ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની વિગતો જાહેર કરી છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ 14,28,175 વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેમાં ધોરણ 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ધોરણ 10:
- કુલ 8,92,882 વિદ્યાર્થીઓ છે, જેમાં 7,62,495 નિયમિત, 82,132 રીપીટર, 28,414 આઇસોલેટેડ, 15,548 ખાનગી અને 4,293 ખાનગી રીપીટર છે.
ધોરણ 12:
- સામાન્ય પ્રવાહ: કુલ 4,23,909 વિદ્યાર્થીઓ છે, જેમાં 3,64,859 નિયમિત, 22,652 રીપીટર, 4,031 આઇસોલેટેડ, 24,061 ખાનગી અને 8,306 ખાનગી રીપીટર છે.
- વિજ્ઞાન પ્રવાહ: 1,11,384 વિદ્યાર્થીઓ છે, જેમાં 1,00,813 નિયમિત, 10,476 રીપીટર અને 95 આઇસોલેટેડ વિદ્યાર્થીઓ છે.
હેલ્પલાઇન સેવાની જાહેરાત: આ સાથે, પરીક્ષાની તૈયારી અને અન્ય પરીક્ષા સંબંધિત પ્રશ્નો માટે બોર્ડે એક ફ્રી હેલ્પલાઇન નંબર 18002335500 જાહેર કર્યો છે. આ હેલ્પલાઇન 27 જાન્યુઆરીથી 17 માર્ચ 2025 સુધી કાર્યરત રહેશે, જે દરરોજ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
આ હેલ્પલાઇનમાં, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ પગલાં પરીક્ષામાં વિદ્યાર્થીની વધુ સારી તૈયારી અને માનસિક મક્કમતા માટે મદદરૂપ થશે.
આ માહિતીથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પરીક્ષાની તૈયારીમાં માર્ગદર્શન મેળવવા માટે મદદ મળશે, અને તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકશે.
વધુ સમાચાર વાંચો :
સુરતમાં માસૂમ બાળકીની હત્યા: 13 વર્ષના કિશોરની ધરપકડ
https://abplusnews.com/murder-of-innocent-girl-in-surat/
Gujaratમાં દારૂબંધીના લીરા ઉડાડતી ઘટના | હોમગાર્ડના જવાનો ચાલુ બસમાં દારૂની મહેફિલ માણતા દેખાયા
https://www.youtube.com/watch?v=hizHl2WRgeY