AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

કટોકટી! કાશ્મીર ટૂર પેકેજ 90% રદ, ટૂર ઓપરેટરોને કરોડોનું નુકસાન

કાશ્મીર
Share

કાશ્મીર ના પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકી હુમલામાં 28 પર્યટકોનાં મૃત્યુ થયા છે જેમાં ગુજરાતના 3 પ્રવાસીઓ પણ શામેલ છે. આ દુર્ઘટના બાદ સમગ્ર કાશ્મીર ખીણમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રીનગર, જમ્મુ, ગુલમર્ગ અને સોનમર્ગ સહિતના વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતના આશરે 8 હજાર પ્રવાસીઓને સુરક્ષિત રીતે વિમાન, ટ્રેન અને ખાનગી વાહનો દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે.

આંકડાઓ મુજબ જમ્મુ અને શ્રીનગરથી આવતી ડાયરેક્ટ ફ્લાઈટો ફૂલ થવા લાગી છે, જ્યારે કનેક્ટિંગ ફ્લાઈટોના ભાડા 15થી 25 હજાર રૂપિયા સુધી વધી ગયા છે. આતંકી હુમલાની અસરથી કાશ્મીર માટે બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ થવા લાગ્યા છે. ટ્રાવેલ ફેડરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા (TAFI)ના ચેરમેન રોનક શાહના જણાવ્યા મુજબ 90% જેટલા લોકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે.

રાજ્યમાંથી કાશ્મીર જવા માટે 10થી 12 હજાર ટિકિટ બુક થઈ હતી, ફ્લાઈટનું રિટર્ન ભાડું 25 હજાર સુધી પહોંચી ગયું

ગુજરાતમાંથી અંદાજે 1 લાખ પ્રવાસીઓ કાશ્મીર નહીં જાય, જેથી રાજ્યના ટૂર ઓપરેટરોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એરલાઈન્સે 30 એપ્રિલ સુધીના ટિકિટ રિફંડની જાહેરાત કરી છે, જોકે જુલાઈ સુધીનું રિફંડ આપવાની માગ ઊઠી રહી છે.

ટૂર ઓપરેટરો હવે દાર્જિલિંગ, હિમાચલ, ઉત્તરાખંડ, ગેંગટોક અને મેઘાલય જેવા વિકલ્પ આપી રહ્યા છે. ટૂર રદ કરનારાઓને આંશિક રિફંડ કે ક્રેડિટ નોટની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્થાનિક હોટેલો તરફથી પણ સંપૂર્ણ રિફંડ મળતી નહીં હોવાથી આ બાબતે પણ વાટાઘાટો ચાલુ છે. 12 હજારથી વધુ ફ્લાઈટ ટિકિટો અને હજારો હોટેલ બુકિંગ રદ થતા ટૂર ઉદ્યોગને ગંભીર આર્થિક ફટકો પડ્યો છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ગુજરાતમાં વરસાદી માહોલ : IPL ફાઈનલ પર વિઘ્નની શક્યતા

abplusnews

નરોડા કોલેજ ખાતે એન્ટી રેગિંગ કાયદા અંગે જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન

abplusnews

GSEB 12મું પરિણામ 2025 આજે જાહેર, www.gseb.org પર ઉપલબ્ધ

abplusnews

Leave a Comment