AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

મહા કુંભમાં નાસભાગ: મૌની અમાસના શાહી સ્નાનમાં ભયંકર હાહાકાર

નાસભાગ Mahakumbh
Share

પ્રયાગરાજ | મૌની અમાસના પવિત્ર દિવસે મહાકુંભમાં ભક્તોની ભીષણ ભીડ દરમિયાન નાસભાગ સર્જાતા 10થી વધુ લોકોના મોતની આશંકા છે. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બેરિકેડ તૂટી જવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેના કારણે સ્થળ પર અફરા-તફરી મચી ગઇ.

 

સંગમ કિનારે શું બન્યું?

નાસભાગની જાણકારી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી. તૂટી ગયેલા બેરિકેડનું સમારકામ કરીને ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

નાસભાગ કેવી રીતે મચી?

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, રાત્રે 2 વાગ્યે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ભેગી થઈ હતી. અચાનક બેરિકેડનો એક ભાગ તૂટી પડતા લોકોમાં હાહાકાર મચી ગયો. જીવ બચાવવા માટે શ્રદ્ધાળુઓ દોડવા લાગ્યા, પરંતુ ભીડના ભયંકર દબાણથી અનેક લોકો નીચે પડતાં ઘાયલ થયા. જે શ્રદ્ધાળુઓ પોતાની વસ્તુઓ ઉપાડવા નમ્યા, તે ભીડ હેઠળ કચડાઈ ગયા.

ભારે ભીડ બની પડકાર

મૌની અમાસના દિવસે શ્રદ્ધાળુઓનું મહાસાગર સંગમ કિનારે એકઠું થયું હતું. સંખ્યાબંધ ભક્તોની અવરજવર કાબૂમાં રાખવા માટે બેરિકેડિંગ કરવામાં આવી હતી, પરંતુ ભીડના ભારે દબાણથી સુરક્ષાની વ્યવસ્થા કથળી ગઈ અને હાલત બેકાબૂ બની.

આ દુર્ઘટનાની તપાસ ચાલુ છે અને મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. મહાકુંભના આયોજનની સલામતી પર સવાલો ઊભા થયા છે.

 

વધુ સમાચાર વાંચો :

ATSએ 50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સની ઝડપ

https://abplusnews.com/500-kg-of-tramadol-drugs-seized-from-dholka/

વિસંગતતા l અનુસૂચિત જાતિના લોકોની માંગણી કે બ્રિજનું નામ શિરોમણી સંત શ્રી રોહીદાસજી આપવામાં આવે

https://www.youtube.com/watch?v=HsjUb9Dpmm8


Share

Related posts

બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના ટ્રમ્પના આદેશ પર કોર્ટનો સ્ટે

abplusnews

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી કંટાળેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું

abplusnews

કુબેરનગરમાં ભેળસેળનો પર્દાફાશ : 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું

abplusnews

Leave a Comment