AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે

પ્લે ગ્રાઉન્ડ
Share

હાલમાં અમદાવાદ શહેરમાં બાળકો માટે પૂરતી રમતની જગ્યાઓ ઉપલબ્ધ નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા બાળકોને મફતમાં રમવા માટે ઊપલબ્ધ પ્લે ગ્રાઉન્ડ ના અભાવે તેમને ખાનગી મેદાનો કે ક્લબોમાં જઇને ચોક્કસ કિંમત ચૂકવીને રમવું પડે છે. રમતો માટેના મેદાનો દૂર હોવાથી પણ ઘણા બાળકો મેદાની રમતોથી દૂર થઇ રહ્યાં છે.

આ સમસ્યાનું તદ્દન સ્થાયી ઉકેલ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. કોર્પોરેશનના નિર્ણય મુજબ, શહેરના તમામ 7 ઝોનમાં કુલ 26 નવા પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં આવશે, જે માટે કુલ રૂ. 27 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં મેદાનોની જમીન સમતોલ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આવતા ચાર મહિનામાં તમામ મેદાનો તૈયાર થઇ જશે.

શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ પ્લે ગ્રાઉન્ડ :

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, “આઝના યુગમાં બાળકો મોબાઇલના વ્યસન તરફ વળી રહ્યાં છે, જેને દૂર કરવા માટે મેદાની રમતો જરૂરી છે. આથી, નવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરમાં 26 પ્લે ગ્રાઉન્ડ સંપૂર્ણ રીતે મફત ઉપયોગ માટે ઉપલબ્ધ થશે. અહીં કોઈપણ પ્રકારના ચાર્જ વગર બાળકો અને યુવાનો રમતો રમી શકશે.”

નવા મેદાનોમાં ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ જેવી રમતો માટે અલગ અલગ ઝોન રહેશે. વધુમાં, ચેન્જિંગ રૂમ, 50 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા, તેમજ પાણી અને વોશરૂમ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. પ્લે ગ્રાઉન્ડ ને કોર્ડન કરીને સુરક્ષિત બનાવવામાં આવશે જેથી તેનું યોગ્ય સંચાલન અને મેઇન્ટેનન્સ શક્ય બને.

કોર્પોરેશનની ક્રિકેટ લીગની યોજના:

કોર્પોરેશનનું પ્લાનિંગ છે કે આગામી સમયમાં શહેર સ્તરે ક્રિકેટ લીગ શરૂ કરવામાં આવે, જેમાં દરેક વોર્ડમાંથી ટીમો જોડાઈ શકે. આથી શહેરના યુવાનોને તેમની રમતગમતની ક્ષમતા દર્શાવવાનો એક પ્લેટફોર્મ મળશે.

વિશિષ્ટ વિસ્તારોમાં ફાળવાયેલી જમીનો:

નિકોલ-ઓઢવમાં 10 હજાર ચોમીથી વધુ જગ્યા ફાળવાશે

વિસ્તાર જગ્યા (ચો.મી)

સત્યમેવ વિસ્ટા રોડ,ગોતા 4266

સોલાભાગવત રોડ, સોલા 9469

સહજાનંદ બંગલો પાસે, થલતેજ 8092

ચાંદલોડિયા તળાવની પાસે 2157

નિર્મળ પાર્ક પાસે, ઓઢવ 12000

રાજવી એલીજન્સ સામે, નિકોલ 10960

અખબારનગરથી વાડજ વચ્ચે 3288

નારાણપુરા 6048

પાલડી ગામ 3885

વિસ્તાર જગ્યા (ચો.મી)

વિશ્વકર્મા કોલેજ રોડ, ચાંદખેડા 5701

નવા સ્વિમિંગ પુલ સામે, સરખેજ 5752

જલદીપ આઇકોનની બાજુમાં 3302

પાંચા લેકની સામે 9095

જોધપુર ગામતળ 1500

ટંકારા રેસિડેન્સી, વટવા 2200

રશ્મિ પર્લ ફ્લેટ, વટવા 1849

નવા નરોડા 3193

પાર્શ્વનાથ ટાઉનશિપ, ઠક્કરનગર 3002

ચેન્જિંગ રૂમ સાથેનું મેદાન

{ 50 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા રહેશે.

{ મેદાનને કોર્ડન કરાશે, જેથી મેદાનો મેઇન્ટેન રહી શકશે.

{ ચેન્જિંગ રૂમ તૈયાર કરાશે.

{ પાણી-વોશરૂમની સુવિધા.

 

 

વધુ સમાચાર વાંચો :
પેટીએમ અધિકારી બની વૃદ્ધ પાસેથી 98 હજારની ઠગાઈ
https://abplusnews.com/paytm-officer-was-cheated-of-rs-98000/
નરોડા કોલેજમાં વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવનો ભવ્ય આયોજિત કાર્યક્રમ | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=CjpB5p5i_90

Share

Related posts

પીસીબી ને લગાતાર દરોડાઓમાં મોટી સફળતા: 3201 બોટલ દારૂ જપ્ત

abplusnews

ગટર દુર્ઘટનામાં બાળક લાપતા: સુરત પાલિકાની બેદરકારી સામે આક્રોશ

abplusnews

ગુજરાત પોલીસનો ‘ SHASHTRA ’ પ્રોજેક્ટ :ચાર મહાનગરોમાં 25% ગુનાઓ

abplusnews

Leave a Comment