AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદનું હરિયાળું યુગ: PM મોદીની પ્રશંસાની સાથે વૃક્ષારોપણ માં અગ્રીમ સ્થળ

વૃક્ષારોપણ
Share

અમદાવાદ મહાનગર છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન કવર વધારવા દિશામાં સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. વૃક્ષારોપણ અને જળસંચય માટેનાં આ પ્રયાસોને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ માન્યતા આપી છે. ૨૭ એપ્રિલ, ૨૦૨૫ના ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિશેષ પ્રશંસા કરી હતી અને શહેરને ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા અગ્રણી શહેરોમાં ગણાવ્યું હતું.

વૃક્ષારોપણ ક્ષેત્રે કામગીરી:

AMC દ્વારા ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૯૩ લાખથી વધુ વૃક્ષો વાવાયા છે, જેમાંથી માત્ર છેલ્લાં ત્રણ વર્ષમાં જ ૭૦ લાખથી વધુ વૃક્ષારોપણ થયું છે. ‘મિશન મિલિયન ટ્રીઝ’ ઝુંબેશ હેઠળ નાગરિકોની સહભાગિતાથી મહત્ત્વપૂર્ણ વૃક્ષારોપણ થયું છે. ૨૬૦થી વધુ અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે, જે શહેરના ગ્રીન કવર વધારવામાં સહાયક બન્યા છે.

આ પ્રયાસોના પરિણામે શહેરનું વૃક્ષ આવરણ ૨૦૨૩માં ૬% હતું, જે ૨૦૨૪માં વધીને ૮.૪% થયું છે. કુલ વૃક્ષ આવરણ ૬૦ ચોરસ કિમી થઈ ગયું છે, જે શહેરના કુલ ભૂગોળના ૧૨.૫% જેટલું છે. વ્યક્તિદીઠ ગ્રીન કવર પણ ૬.૮ ચોરસ મીટરથી વધીને ૮.૪ ચોરસ મીટર થયું છે. શહેરના ૪૮માંથી ૪૧ વોર્ડમાં વૃક્ષાવરણ માં વધારો નોંધાયો છે.

જળસંચયમાં સિદ્ધિઓ:

AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ જેવા ઐતિહાસિક તળાવોના પુનર્વિકાસ દ્વારા જળસંચય ક્ષમતા વિસ્તૃત કરવામાં આવી છે. ‘કેચ ધ રેઇન’ અભિયાન હેઠળ પરકોલેટિંગ વેલ, ખંભાતી કુવા અને સામૂહિક ભાગીદારીથી જળસંચયનાં કામો પણ સફળતાપૂર્વક અમલમાં મૂકાયા છે.

રાજ્ય સરકારના પગલાં:

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ શહેરોના પર્યાવરણલક્ષી વિકાસ માટે ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલા ૫૦ લાખથી વધુ વૃક્ષારોપણ નો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. ૧૦૦થી વધુ અર્બન ફોરેસ્ટ ઊભા કરવાનો પણ આક્રાંશિત પ્લાન છે. ટાઉન પ્લાનિંગ સ્કીમમાં અર્બન ફોરેસ્ટ માટે ૧% જમીન અનામત રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ‘કેચ ધ રેઇન’ માટે ₹૨૦૦ કરોડની બજેટ જોગવાઈ તથા તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવાની યોજના પણ અમલમાં મુકાઈ રહી છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

GSEB 12મું પરિણામ 2025 આજે જાહેર, www.gseb.org પર ઉપલબ્ધ

abplusnews

વીજ ગ્રાહકો માટે ખુશખબર: હવે 100 યુનિટ પર મળશે 15 રૂપિયા ની બચત

abplusnews

AMTS ધાર્મિક બસ યોજના : એક દિવસમાં 10 મંદિરોના દર્શન

abplusnews

Leave a Comment