AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

કણભા માં દારૂનો ગેરકાયદેસર કારોબાર પકડી પડાયો, રૂ. 67.69 લાખની દારૂ જપ્ત

કણભા
Share

અમદાવાદ જિલ્લાના કણભા વિસ્તારમાં મોટા પાયે ચાલતો દારૂનો કિસ્સો પોલીસના હાથે પકડી પડાયો છે. કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વહેલાલ ગામ ખાતે આવેલી વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક-3ના એક ગોડાઉનમાં છેલ્લા ચાર મહિનાથી દારૂનો કારોબાર ચાલી રહ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મળેલી બાતમીના આધારે દરોડો પાડતાં રૂ. 67.69 લાખની કિંમતની કુલ 21,696 દારૂની બોટલ જપ્ત કરી છે.

SMCના ડીવાયએસપી કે.ટી. કામરિયાએ માહિતી આપતાં જણાવ્યું કે રાજસ્થાનના પ્રવિણ બિશ્નોઈ, મનોહર બિશ્નોઈ અને બિરબલ બિશ્નોઈ નામના બુટલેગરોએ મહારાષ્ટ્રના થાણે રહેતા સોહનલાલ સુરેન્દ્રકુમાર માલ્યા ના નામે “શ્યામ એન્ટરપ્રાઈઝ”ના નામે ગોડાઉન ભાડે લીધું હતું. આ ગોડાઉનમાં છેલ્લા ચાર મહિનાથી દારૂનો મોટાપાયે સંગ્રહ અને સપ્લાય થઈ રહ્યો હતો.

દરોડાની કાર્યવાહી દરમિયાન જાણમાં આવ્યું કે પોલીસની કામગીરી શરૂ થવાના થોડા કલાકો અગાઉ જ અહીંથી મોટો દારૂનો જથ્થો સપ્લાય કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલને ત્યાંથી બાકી રહેલા 21,696 બોટલનો જથ્થો મળ્યો.

આ કિસ્સાને લઈને સ્થાનિક પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે. કેમ કે આવા મોટા પાયે દારૂના ગોડાઉનની હાજરી સ્થાનિક પોલીસની મકબરી વિના શક્ય નથી. તેથી હવે કણભા ના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) સહિતના સ્થાનિક પોલીસ કર્મચારીઓની સંડોવણીની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

દરોડા બાદ કણભા પોલીસે પુરાવાઓ એકત્ર કર્યા છે અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે. આ મામલો રાજ્યમાં દારૂના ભંડારણ અને વેપાર અંગેની બેદરકારી તથા સ્થાનિક તંત્રની સંભવિત નાસભાગ ઉપર સવાલ ઊભા કરે છે.

સ્થાનિક રહેવાસીઓમાં આ ઘટના બાદ ચકચાર મચી ગઈ છે અને લોકોમાં એ વિચારણા ઊભી થઈ છે કે પોલીસના  હેઠળ ચાલતો એવો કારોબાર કેટલાં સમય સુધી છૂપાઈ શકે છે. હવે જોવું રહ્યું કે આગળ આવનારા દિવસોમાં પોલીસ દારૂના માફિયાઓ સામે કેટલો કડક પગલાં ભરે છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ફ્લાવર શોમાં જોયેલા ફૂલો હવે તમારા ઘરમાં: જાણો વેરાયટિ અને ભાવ

abplusnews

અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે

abplusnews

માણેકચોક-રતનપોળમાં ગેરકાયદેસર લારીઓના દબાણથી ટ્રાફિક સમસ્યા ઉગ્ર

abplusnews

Leave a Comment