AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

કુબેરનગર અંડરપાસનું રીનોવેશન શરૂ, નરોડાનો મુખ્ય અંડરપાસ બંધ

કુબેરનગર
Share

અહમદાબાદ, 8 મે 2025 — શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નરોડા ખાતેના કુબેરનગર ITI અંડરપાસ (શ્રીમદ રાજચંદ્ર અંડરપાસ)ના રીનોવેશનના કામને લઈ અંડરપાસને આજે, 8 મે 2025 થી આગામી 15 દિવસ માટે સંપૂર્ણપણે અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવામાં આવ્યો છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે અંડરપાસની જર્જરિત હાલતને ધ્યાને લઈને રીપેરીંગ અનિવાર્ય બની હતી. કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન બને અને ટ્રાફિક સરળતાથી વ્યવસ્થિત રહી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કુબેરનગર અંડરપાસ બંધ – મોટી અસુવિધા, પરંતુ જરૂરી પગલું

શહેરી વિજ્ઞાન અનુસાર, અંડરપાસમાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. તેને તાત્કાલિક રૂપે 8 મે થી 22 મે 2025 સુધી અથવા રીપેરીંગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો છે. પરિણામે નરોડા, નિકોલ અને પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ તરફ જતાં લોકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડશે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ, લોકોને લગભગ 2-3 કિલોમીટર લાંબો રસ્તો ફરીને જવું પડશે. ટ્રાફિકની સંભાવિત વધારાની અસરને ધ્યાનમાં રાખતા અધિકારીઓએ પ્રવાસીઓએ ઓછામાં ઓછું 30 મિનિટથી એક કલાક પહેલું નીકળવાની સલાહ આપી છે.

વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા

કુબેરનગર અંડરપાસ બંધ હોવાના કારણે વાહનચાલકો માટે બે મુખ્ય વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે:

  1. નરોડા પાટિયા → કુબેરનગર ક્રોસિંગ → માયા સિનેમા → કોતરપુર ટર્નીંગ → એરપોર્ટ

  2. ગેલેક્ષી ચાર રસ્તા → નરોડા રેલવે ઓવરબ્રિજ → ટોયોટા શોરૂમ → કોતરપુર ટર્નીંગ → એરપોર્ટ

આ વૈકલ્પિક માર્ગો સામાન્ય ટ્રાફિક માટે યોગ્ય માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં, રેલવે ફાટક જેવા વિસ્તારોમાં ખાસ કરીને માયા સિનેમા માર્ગ પર ભારે ટ્રાફિક જામ થવાની શક્યતા છે.

સ્થાનિક રહીશો અને દિનચર્યામાં ટ્રાફિકનો સામનો કરતા નાગરિકોએ માંગ કરી છે કે ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને ચોક્કસ સમયે અને સ્થાને હાજર રાખવામાં આવે. ટ્રાફિકના દબાણને નિયંત્રિત કરવા અને અવરજવર સરળ બનાવવા માટે ખાસ કાર્યવાહી જરૂરી બની છે.

AMC અને ટ્રાફિક પોલીસનો જવાબદાર અભિગમ જરૂરી

આ રીપેરીંગ કામગીરી શહેરના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ લોકોની આસાની અને સલામતી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી AMC તથા ટ્રાફિક વિભાગે ટ્રાફિકના નિયમન માટે આગોતરો આયોજન અને સંચાલન જાળવવો અનિવાર્ય બની રહે છે.

શહેરવાસીઓએ AMC દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર યાત્રા કરવાની વિનંતી કરવામાં આવે છે અને શક્ય હોય તેટલા વાહન વ્યવહાર ટાળી, સામૂહિક વાહનો કે અન્ય પરિવહન વિકલ્પો અપનાવવા વિનંતી કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

VS હોસ્પિટલનું ક્લિનિકલ કૌભાંડ: મૌત, મોની, અને મૌન વહીવટ

abplusnews

વિજય રૂપાણીના નિધન પછી તેમનો પરિવાર અમદાવાદ પહોંચી ગયો

abplusnews

ATSએ 50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સની ઝડપ

abplusnews

Leave a Comment