AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાત ના 18 જિલ્લામાં હાઈએલર્ટ: સરહદી વિસ્તારમાં સેનાની ચુસ્ત નજર

ગુજરાત
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગ સ્થિતિને કારણે ગુજરાત ના 18 જિલ્લા હાઈઅલર્ટ પર રાખવામાં આવ્યા છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સુરક્ષા એજન્સીઓએ વિશેષ તકેદારીના પગલાં લીધા છે. દરિયાઈ સીમાઓ અને જમીન માર્ગે ઓચિંતી પ્રવૃત્તિ અટકાવવા માટે સેનાની સાથે સ્થાનિક પોલીસ અને બીએસએફ સક્રિય છે.

કચ્છમાં 3 પાકિસ્તાની ડ્રોન તોડી પાડાયા, માછીમારી પર પ્રતિબંધ

કચ્છમાં 3 પાકિસ્તાની ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે વધુ બે ડ્રોન પરત ફર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આવા સંદર્ભમાં દરિયાઈ સીમા પર ભયનો માહોલ સર્જાયો છે. સલામતી માટે 500 માછીમાર બોટોને તરત જ દરિયાઈ વિસ્તારમાંથી પાછા બોલાવવામાં આવી છે અને અનિશ્ચિતકાળ સુધી માટે માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.

વિજળી વિના અંધારપટ અને ભયમાં વીતી રાત

સુરક્ષા કારણે કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા અને લખપત તેમજ બનાસકાંઠાના સુઈગામ, વાવના 24 ગામ અને પાટણના સાંતલપુરના 8 ગામમાં જણાવટપૂર્વક બ્લેકઆઉટ રાખવામાં આવ્યો. આ વિસ્તારમાં રાતભર વીજળી બંધ રહી, પવનના અભાવ વચ્ચે સ્થાનિકોએ ગરમી અને ભયમય વાતાવરણમાં રાત વિતાવી.

મંદિરો અને પોર્ટ્સ પર વધારેલી ચુસ્ત સુરક્ષા

ગુજરાત ના અત્યંત મહત્વના ધાર્મિક સ્થળો જેવી કે સોમનાથ, દ્વારકા અને અંબાજી મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. દ્વારકાના દરિયામાં સેનાએ મોરચો સંભાળી લીધો છે. ગુજરાત ના સોમનાથ ખાતે બોમ્બ સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યો છે. તમામ મહત્ત્વના અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

સુરતના હજીરા પોર્ટ પર પણ હાઈએલર્ટ જાહેર કરાયો છે. અહીં 23 કંપનીઓ પર પોલીસ તૈનાત છે અને મરિન પોલીસ દરિયામાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. અઠવામાં વોરરૂમ શરૂ કરાયો છે અને સિવિલ હોસ્પિટલમાં 3 મહિનાનો દવાનો સ્ટોક ભરી લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર અને હાઈ લેવલ મોનિટરિંગ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મધરાતે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. તેમણે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે સીધી સંવાદસૂત્ર દ્વારા વાત કરી અને જરૂરી સૂચનાઓ આપી.

વિમાની સેવા પર અસર: 7 એરપોર્ટ સંપૂર્ણ બંધ

અમદાવાદ એરપોર્ટ સહિત ભુજ, કંડલા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કેશોદ જેવા કુલ 7 એરપોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં હવાઈ અને દરિયાઈ માર્ગે અવરજવર પર નિયંત્રણ મૂકાયું છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

માણેકચોક-રતનપોળમાં ગેરકાયદેસર લારીઓના દબાણથી ટ્રાફિક સમસ્યા ઉગ્ર

abplusnews

ન્યૂ ઈન્ડિયા કોલોની માં 15 વર્ષ બાદ પણ સુવિધાઓનો અભાવ: રોડ અને ગટર સમસ્યા યથાવત્

abplusnews

નકલી ઘી અને પનીર નું ગોરખધંધું ઝડપાયું, ભેળસેળ સામે કડક કાર્યવાહી

abplusnews

Leave a Comment