AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

વિજય રૂપાણી ને અંતિમ વિદાય: અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજોની ઉપસ્થિતિ

વિજય રૂપાણી
Share

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જોડાયા અને રાજકોટમાં માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ દુર્ઘટનામાં 241 વિમાન મુસાફરો સહિત કુલ 278 લોકોના દુખદ નિધન થયા હતાં. ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો,  ત્યારબાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન દ્વારા સિવિલથી રાજકોટ તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતાં.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી.

વિજય રૂપાણી નો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને પહોંચ્યો છે. નિવાસ સ્થાને તેમના અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી છે. લોકોએ ‘વિજયભાઈ અમર રહો’ જેવા વિવિધ સુત્રોચ્ચાર કરી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા છે. તેઓ અંતિમ યાત્રામાં જોડાઈ રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ હાજર છે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં આજે ચાર વાગ્યા સુધીમાં કુલ 114 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. વધુ મૃતકોની ઓળખ ચાલુ છે.

વિજય રૂપાણીના નિવાસ સ્થાને પણ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતનાં સાંસદો, ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા.

વિજય રૂપાણી નો પાર્થિવ દેહ એરપોર્ટ પર નિવાસ સ્થાને લઈ જતાં સમયે રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ફૂલ વરસાવી પૂર્વ મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપી હતી. પાર્થિવ દેહ શ્રી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પહોંચ્યો ત્યાં પણ મોટી સંખ્યામાં પણ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો માટે વિશાળની ડોમની વ્યવસ્થા

અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો હાજર

વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટની ગ્રીન ચોકડી પહોંચ્યો છે, જ્યાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે લોકો દર્શન માટે આવી પહોંચ્યા છે.

વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટથી વિમાન દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ પર લવાયો હતો. હવે તેને સન્માન સાથે તેમના નિવાસે લઈ જવામાં આવી રહ્યો છે.

64 મૃતદેહ સોંપવામાં આવ્યા

અમદાવાદ દુર્ઘટનામાં 99 મૃતકોના DNA મેચ થયા છે. જેમાંથી 94 લોકોને DNA અંગે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. અત્યાર સુધી 64 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. દિવસે દિવસે DNA મેચિંગમાં વધારો થશે. ઘણા પરિવારો 72 કલાકથી રાહ જુએ છે. DNAના સચોટ પરિણામ આવતા વાર લાગે છે.

LIVE: વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ, કુલ 114 મૃતકોના DNA મેચ થયા 3 - image

આજે સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025(સોમવાર)ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.
LIVE: વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ, કુલ 114 મૃતકોના DNA મેચ થયા 4 - image
પત્ની અંજલિ રૂપાણીએ આપી અંતિમ વિદાય

વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા

વિજય રૂપાણીના પાર્થિવ દેહને લેવા માટે વિજય રૂપાણી ના પત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, રાધિકા રૂપાણી, નીતિન ભારદ્વાજ અને પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરથી સિવિલ હૉસ્પિટલ પહોંચી ગયા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મેયર અને ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ ઍરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લઈ જવાશે. અમદાવાદ ઍરપોર્ટ ખાતે ઠેર-ઠેર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે સોંપવામાં આવશે

– 17 જૂને રાજકોટના રેસકોર્સ ખાતે બપોરે 3થી 6 વચ્ચે પ્રાર્થના સભાનું આયોજન

– 19 જૂને ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9થી 12 વાગ્યે પ્રાર્થનાસભા યોજાશે

– 20 જૂને ભાજપ કાર્યાલય ખાતે સાંજે 4થી 6 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કરાશે.

રૂપાણી પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું: ઋષભ રૂપાણી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આ દુઃખની ઘડીમાં અમારા રૂપાણી પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ફક્ત અમારા પરિવાર માટે જ નહીં, પરંતુ 278 પરિવારો માટે અત્યંત દુઃખદ સમય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ આત્માઓને મોક્ષ મળે.’

રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, “‘હું તમામ આરોગ્ય સ્ટાફ, સિવિલ ડિફેન્સ, પોલીસ દળ અને RSS કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સમયમાં જે રાહત અને બચાવ કાર્ય થયા છે, તે ખરેખર પ્રશંસનીય છે.’

આ ઉપરાંત, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત સહયોગ આપનાર તમામ લોકોનો આભાર માનતાં જણાવ્યું કે, ‘હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ લોકોનો તેમના સમર્થન બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું.’

 

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ખોખરા વિસ્તારમાં નકલી અમૂલ ઘીનો 105 કિલો જથ્થો ઝડપાયો

abplusnews

સુરત જિલ્લામાં યાર્ન ફેક્ટરીમાં ભીષણ આગ, 40 કામદારો સલામત

abplusnews

ATSની રેડ :ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ

abplusnews

Leave a Comment