અમદાવાદ શહેરમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને ફરી એકવાર શહેરનો શાંતિભંગ થયો છે. ગઈ મોડીરાતે ગીતામંદિર વિસ્તારમાં આવેલા પઠાણની ચાલીમાં ત્રણ શખ્સોએ મળીને પોતાના જ મિત્ર કેતન ગોહેલની ગળું કાપીને કરપીણ રીતે હત્યા કરી નાખી હતી. આ ઘટના પાછળ જૂની અદાવત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે હત્યા બાદ ફરાર થયેલા ત્રણેય આરોપીઓ – જયેશ ઉર્ફે જેકો ઝાલા, ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા અને જગદીશ ઉર્ફે જગ્ગુ રાઠોડને કાગડાપીઠ પોલીસે ઝડપી લીધા છે.

જૂની બોલાચાલી બની જીવલેણ , મિત્ર ના ગળા પર અસ્ત્રો મારી દીધો
મૃતક કેતન ગોહેલ ગીતામંદિર વિસ્તારની વાસુદેવ ધનજીની ચાલીમાં પરિવાર સાથે રહેતો હતો. નોકરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસ પહેલાં કેતન અને જગદીશ વચ્ચે કોઈ નાનકડી બોલાચાલી થઈ હતી. આ દલીલને લીધે જગદીશે મનમાં અદાવત રાખી હતી. ગુરુવારે મોડીરાતે ત્રણેય મિત્ર એ કેતનને સમાધાનના બહાને બોલાવ્યો અને તેમાં જ તેની હત્યા કરી નાખી.
સમાધાનના બહાને મિત્ર નું ઘાતકી ષડયંત્ર
કહેવામાં આવે છે કે જયેશ અને ધર્મેશે કેતનને પકડી રાખ્યો હતો જ્યારે જગદીશે તેની ગળામાં અસ્ત્રો મારી દીધું હતું. ગંભીર ઈજાઓ થતા કેતન લોહીથી લથબથ થઈ ગયો હતો. જીવ બચાવવા માટે દોડવા લ્હાયો પણ થોડી જવારમાં ઢળી પડ્યો. 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પરિવારના સપનાઓ તૂટી પડ્યા
મૃતકના ભાઈ ધર્મેન્દ્રે ત્રણેય આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધરમેન્દ્રે જણાવ્યું કે કેતન તેની પત્ની ચંદ્રિકા અને બે સંતાનો સાથે રહેતો હતો અને પરિવાર માટે મહેનત કરીને રોજગારી કરતો હતો. ભાઈના મોતથી પરિવાર પર દુઃખનો પર્વત તૂટી પડ્યો છે.
મૃત્યુ પહેલાં કંઈક કહી નહિ શક્યો
કેતનનો મિત્ર કેવિન પણ ઘટનાસ્થળે હાજર હતો. તેણે જણાવ્યું કે તેની નજર સામે કેતન લોહીથી લથબથ હાલતમાં દોડતો આવ્યો હતો. કેતન કંઈક કહેવા માગતો હતો, પણ ગળામાં ઈજા હોવાથી અવાજ જ ન નીકળ્યો. થોડી જવારમાં તે ઢળી પડ્યો હતો.

પોલીસની ઝડપથી કાર્યવાહી
કાગડાપીઠ પોલીસ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પહોંચી હતી અને જ્યારથી તપાસ શરૂ કરી ત્યારથી જ ત્રણેય મિત્ર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ભ્રમણ કરતા ત્રણેયને ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ ચાલી રહી છે.
સમાજમાં ભયનો માહોલ
આ હત્યાની ઘટનાથી સમગ્ર ગીતામંદિર અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. શહેરમાં સતત બનતી હિંસાત્મક ઘટનાઓ અંગે નાગરિકોમાં ચિંતા વ્યાપી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ગુનો વધુ ખુલાસો થાય તેવી શક્યતાઓ છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નાની બોલાચાલી કે અદાવત કેટલી જીવલેણ બની શકે છે અને મૈત્રીના નામે છુપાયેલી દુશ્મનાવટ કેટલી ઘાતક સાબિત થઈ શકે છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
