AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: CTM હાઈવે પરથી આરોપી ઝડપાયો

ડ્રગ્સ
Share

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે પોલીસની કાર્યવાહી વધુ સક્રિય બની છે. શહેરમાં યુવાનોને નશાની લત લાગવાની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે, ત્યારે પોલીસ દ્વારા શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ એક કાર્યવાહી હેઠળ રામોલ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે.

રામોલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં Ahmedabad આવી રહેલા શખ્સને CTM એક્સપ્રેસ હાઈવે નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ દાણીલીમડાનો નિવાસી ઝુબેર ઉર્ફે છોટુ રંગરેજ હોવાનું બહાર આવ્યું છે, જે પોતાના જૂના ગુનાહિત ઇતિહાસ માટે પણ ઓળખાય છે.

પોલીસે કરોડોનું ડ્રગ્સ પકડ્યું

PI વી. ડી. મોરીના જણાવ્યા અનુસાર, પોલીસે ઝુબેરને રોકી તપાસ કરતાં તેની પાસેથી 87 ગ્રામ 140 મિલિગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) અને 58 ગ્રામ 140 મિલિગ્રામ બ્રાઉન હેરોઈન મળી આવ્યા હતા. બંને ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત રૂ. 11.75 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ડ્રગ્સનું શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટક વેચાણ કરવાનો આરોપીનો ઈરાદો હતો.

મુખ્ય સૂત્રધાર હજી વોન્ટેડ

આ કેસમાં સરફરાઝ શેખ અને સીદીક શેખ નામના બે અન્ય શખ્સો વોન્ટેડ જાહેર કરાયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ મુંબઈમાં રહેલા રઈસ ઉર્ફે હૈદર પાસેથી ડ્રગ્સ ખરીદી કરીને અમદાવાદ લાવતાં હતાં. આરોપી ઝુબેર અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત છ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે, જે પરથી અંદાજ લગાવી શકાય છે કે તે નશીલી પદાર્થોના દલાલ તરીકે લાંબા સમયથી સંકળાયેલો છે.

ડ્રગ્સ ચેઇન સુધી પહોંચવા પોલીસે તપાસ વધુ તેજ કરી

રામોલ પોલીસે આ સમગ્ર મામલે વધુ ગૂઢ તપાસ શરૂ કરી છે. પોલીસે ઝુબેરની મદદરથી ડ્રગ્સ સપ્લાય કરવાની ચેઇન અને અન્ય સંડોવાયેલા તત્વો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. શહેરમાં ડ્રગ્સનો પ્રવાહ કાપવા માટે આ પ્રકારના સતત ચેકિંગ અને બાતમીના આધારે કાર્યવાહી ચાલુ રહેશે.

નશીલા પદાર્થો સામે કડક પગલાં લેશે પોલીસ

પોલીસનું કહેવું છે કે, જો યુવાનોને નશાની ભયાનક લતથી બચાવવી છે તો આવા રેકેટનો મૂળ સુધી પર્દાફાશ જરૂરી છે. ડ્રગ્સ સપ્લાય કરનારા મોટા માથાઓ સામે કડક કાર્યવાહી કરાશે અને તેમની ધરપકડ માટે વિવિધ ટીમો કામે લાગી ગઈ છે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદમાં વર્ષની સૌથી મોટી ઉજવણી: કાંકરિયા કાર્નિવલ 2025નો ભવ્ય આરંભ

abplusnews

ગુજરાતમાં NEP આધારીત પાઠ્યપુસ્તક ફેરફાર: ધો. 1, 6-8, 12માં અપડેટ

abplusnews

અરબી સમુદ્રમાંથી 1800 કરોડના ડ્રગ્સ ઝડપાયા: ICG અને ATSનું મોટું ઓપરેશન

abplusnews

Leave a Comment