AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

પાલડીમાં ATS અને DRI નો દરોડો, 95.5 કિલો સોનું અને 60 લાખ રોકડ જપ્ત

ATS અને DRI
Share

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડો પાડતાં અંદાજે 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારોમાં ભારે ચકચાર મચી હતી. એજન્સીઓએ પૂર્વ બાતમીના આધારે 16 માર્ચની રાત્રિ દરમિયાન આ દરોડો પાડ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આ ફ્લેટ મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયા અને મેઘ શાહના સંડોવણીમાં હોવાનું જાણવા મળ્યું છે. આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નંબર 104ની માલિકી કલોલની એક મહિલા પાસે છે, જેની માલિકીનો ફ્લેટ ભાડે આપ્યો હતો. મહેન્દ્ર શાહે આ ફ્લેટ ભાડે રાખ્યો હોવાની માહિતી મળી છે. દરોડા દરમિયાન એજન્સીઓને ફ્લેટમાંથી મોટો મુદ્દામાલ હાથ લાગ્યો હતો, જેમાં 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ મળી આવી છે. અંદાજિત 84 કરોડ રૂપિયાનો આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આપરેશન દરમિયાન, એજન્સીઓને માહિતી મળી હતી કે ફ્લેટમાં અજાણી વ્યક્તિ રોજ બેગ લઈને અવરજવર કરતી હતી. આ જ માહિતીના આધારે, ATS અને DRI એ ગૂંચવણભર્યા આ લેવડ-દેવડના પર્દાફાશ માટે કાર્યવાહી શરૂ કરી. હાલમાં, બંને એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ફ્લેટમાં મળી આવેલ મોટાપાયે રોકડ અને સોનાને ગણતરી માટે, એજન્સીઓએ પૈસા ગણવા માટે મશીન અને સોનાનું વજન માપવા માટે વજન કાંટો મંગાવ્યો હતો. હાલ ફ્લેટની નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને.

ATS અને DRI ની સંયુક્ત કામગીરીથી આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. આ સંજોગોમાં, શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરોડા બાદ સ્થાનિક અને રાજ્યકક્ષાની એજન્સીઓ પણ સતર્ક બની છે.

હાલ, આ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને વધુ માહિતી સામે આવતા આ કેસની ગૂંચવણ વધુ ઉકેલાશે.

 

 

વધુ સમાચાર વાંચો :
નરોડામાં મહંતની આપઘાતથી ભારે ચકચાર, મંદિર તોડવાના દબાણનો આક્ષેપ
https://abplusnews.com/mahants-suicide-in-naroda/
https://www.youtube.com/watch?v=vSEeV-Mzbzg

Share

Related posts

Specta Chasers બન્યા ચેમ્પિયન: WPL 2025માં મહિલા શક્તિનો વિજય

abplusnews

નરોડામાં પરશુરામ ભગવાનની ભવ્ય આરતી, બ્રહ્મ સમાજ નો એકતા સંદેશ

abplusnews

મહાદેવ બેટિંગ કૌભાંડમાં ઈડીની મોટા પાયે કાર્યવાહી, મોટું નેટવર્ક બહાર

abplusnews

Leave a Comment