AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

મચ્છર ના બ્રિડિંગ સામે A.M.C.નો મોટો એક્શન, ત્રણ સાઇટ સીલ, દંડ વસૂલાત

મચ્છર
Share

ચોમાસાની ઋતુમાં મચ્છર જન્ય રોગચાળો ન ફેલાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સમગ્ર શહેરમાં વિસ્તૃત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખાનગી બાંધકામ સાઇટો અને જાહેર સ્થળોએ મચ્છરોના બ્રિડિંગના ખતરા સામે ચુસ્ત કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે.

મુખ્ય ત્રણ સાઇટ સીલ, અનેકને નોટિસ-દંડ
29 જુલાઈના રોજ આરોગ્ય વિભાગે વટવાના મંથન લેગાસી, સરસપુરની મારુતિ ઇન્ફ્રા અને નિકોલના ગોકુલધામ પરિસરની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભારે પ્રમાણમાં મચ્છર ના બ્રિડિંગ મળી આવતા ત્રણેય સાઇટ સીલ કરી દેવામાં આવી. તદુપરી ચાંદખેડાની સિલેસ્ટિયર લક્ઝુરિયા, સરદારનગરની વેદાંત સ્કૂલ સાઇટ, વટવાના આરવી મોલ અને ધ પલ સહિત અનેક સાઇટો પર નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યા છે.

280 સ્થળોની તપાસ, 163 સ્થળોએ નોટિસ
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીએ માહિતી આપી કે ચેકિંગ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ હૉસ્પિટલ, મોલ, કોમ્પ્લેક્સ અને હોટલ સહિત 280 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 163 સ્થળોએ મચ્છર ના બ્રિડિંગના પુરાવા મળતા તાત્કાલિક નોટિસ આપીને કુલ રૂ. 5.50 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

જાગૃતિ અને સહભાગિતાની અપીલ
નાગરિકોને અપીલ કરાઈ છે કે જો કોઈ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ હોય તો તેઓ 155303 નંબર પર ફોન કરીને મ્યુનિસિપલ તંત્રને જાણ કરી શકે છે. આમતીથી ફોગીંગ, જંતુનાશક દવાનો છંટકાવ તથા મચ્છરના પોરાનો નાશ કરાવવાની કામગીરી કરાવવામાં આવશે. જાહેર જનતાને તેમના ઘરો અને દુકાનોની આસપાસ વરસાદી પાણી ભરાતી જગ્યાઓ, ઓવરહેડ/અંડરગ્રાઉન્ડ ટાંકી, ફ્રિજ ટ્રે, ભંગાર સામગ્રી, ખુલ્લી ટાંકી, કૂલર વગેરેમાં નિયમિત સાફસફાઈ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

પાણીજન્ય રોગચાળો પણ ચિંતાજનક
માત્ર મચ્છર જન્ય જ નહિ, પણ પાણીજન્ય રોગચાળો પણ શહેરમાં ચિંતાનું કારણ બની રહ્યો છે. 1 જુલાઈથી 26 જુલાઈ સુધીમાં ઝાડા-ઉલ્ટીના 703, ટાઈફોઇડના 519, કમળાના 419 અને કોલેરાના 25 કેસ નોંધાયા છે. કોલેરાના કેસોમાં વટવા, જુહાપુરા, અસારવા, ઇસનપુર, રખિયાલ, ગોમતીપુર, ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારો પ્રભાવિત થયા છે.

મચ્છરોની ઉત્પત્તિ થતી મુખ્ય જગ્યાઓ

  • ટેરેસ અને ટેરેસ પરના ભંગારમાં

  • છોડના કુડામાં ભરાતા પાણીમાં

  • ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં

  • ફ્રિજની ટ્રે, લીફ્ટના ખાડા

  • કમ્પાઉન્ડમાં પડેલ ટાયરો, બકેટ, પાંજરા

  • સ્ક્રેપ મટીરિયલ અને ખુલ્લી ટાંકીમાં

  • ભોંયરાં, કુવો અને નળીઓમાં ભરાતા પાણીમાં

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

સોલા સિવિલમાં 16 વર્ષની યુવતીને કોરોના થી ગુમાવવી પડી જાન

abplusnews

કટોકટી! કાશ્મીર ટૂર પેકેજ 90% રદ, ટૂર ઓપરેટરોને કરોડોનું નુકસાન

abplusnews

પેટીએમ અધિકારી બની વૃદ્ધ પાસેથી 98 હજારની ઠગાઈ

abplusnews

Leave a Comment