AB Plus News
BREAKING NEWS
તાજા સમાચારધર્મ દર્શન

રક્ષાબંધન પર સૂર્ય-શનિ નો અલૌકિક સંયોગ: નવપંચમ યોગ લાવશે ભાગ્યોદય

સૂર્ય શનિ
Share

શનિ દેવની કૃપા મેળવવા માટે શ્રેષ્ટ દિવસ , સાડાસાતીથી થોડી રાહત મળશે

શનિવાર, તારીખ 9 ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પાવન તહેવાર ઉત્સાહભેર ઉજવાશે. શ્રાવણ મહિનાની પૂર્ણિમાને મનાવાતા આ તહેવારનો હંમેશા જ ભાઈ-બહેનના પ્રેમ અને બંધનની અનોખી લાગણી સાથે સંબંધ રહ્યો છે. પરંતુ આ વર્ષે રક્ષાબંધન માત્ર પવિત્ર બંધનનું નહિ પણ જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણે પણ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે સૂર્ય અને શનિ એક અનોખો નવપંચમ રાજયોગ રચશે.

શું છે નવપંચમ યોગ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ બે ગ્રહો એકબીજાથી પાંચમ અને નવમ સ્થાન પર અવસ્થિત હોય છે, ત્યારે નવપંચમ યોગ રચાય છે. આ યોગ અત્યંત શુભ અને સૌભાગ્યદાયક માનવામાં આવે છે. રક્ષાબંધન 2025ના દિવસે સૂર્યદેવ કર્ક રાશિમાં અને શનિદેવ મીન રાશિમાં હશે, અને આ સ્થિતિમાં બંને ગ્રહો એકબીજાથી નવમા અને પાંચમા સ્થાન પર રહેશે. આથી શનિ અને સૂર્યનો નવપંચમ યોગ રચાશે.

સૂર્ય ગ્રહને આત્મા, પિતૃતત્વ, સત્તા અને નેતૃત્વ સાથે જોડવામાં આવે છે, જ્યારે શનિદેવ કર્મ, ન્યાય અને અનુકૂળ પરિણામો આપનારા માને છે. શનિ અને સૂર્ય પિતા-પુત્ર હોવા છતાં જ્યોતિષ શાસ્ત્રમાં તેમના સંબંધો જટિલ ગણાય છે, પરંતુ જ્યારે તેઓ શુભ દૃષ્ટિથી સક્રિય હોય, ત્યારે વિશેષ લાભદાયક સાબિત થાય છે.

કોને મળશે લાભ?

આ યોગના કારણે અનેક લોકો માટે ખુશીના દરવાજા ખૂલી શકે છે, ખાસ કરીને પાંચ રાશિઓ માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. મિથુન, કન્યા, ધન, કુંભ અને મીન રાશિના જાતકો માટે આ યોગ વિક્રમશાળી સફળતા અને અચાનક લાભ આપનાર બની શકે છે. આ રાશિના લોકો માટે કારકિર્દી, ધંધો અને વ્યક્તિત્વ વિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ શકે છે.

રક્ષાબંધન પર ભદ્રા નહીં

રક્ષાબંધનના દિવસે ભદ્રાનો કોઈ પણ પછાયો નહીં હોવાથી લોકો દિવસભર આ તહેવાર નિર્ભયતાપૂર્વક ઉજવી શકશે. આ વર્ષે રક્ષાબંધન શનિવારના દિવસે છે, અને આ દિવસે શ્રવણ નક્ષત્ર પણ રહેશે, જે ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલું છે. શનિવારના દેવતા શનિ અને શ્રવણના દેવતા વિષ્ણુ – બંનેની કૃપા મળવાનો શુભ યોગ છે.

શું કરશો રક્ષાબંધનના દિવસે?

આ દિવસે ભાઈ-બહેન વચ્ચે રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા નિભાવાની સાથે ભગવાન શિવ, વિષ્ણુ અને શનિદેવની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ વર્ષે શનિદેવની કૃપા મેળવવા માટે શનિ મંત્ર જાપ, તેલ દાન અથવા શનિ ચાલીસાનો પાઠ કરવો લાભદાયક રહેશે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ભાજપ ના ‘સંકલ્પથી સિદ્ધિ’ કાર્યક્રમો: લોકો સુધી પહોંચશે 11 વર્ષની સિદ્ધિગાથા

abplusnews

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફાઈનલ મતદાર યાદી આજે જાહેર

abplusnews

ગુજરાતમાં 11 વર્ષમાં સૌથી વધુ વરસાદ : ડેમોમાં પણ 48%થી વધુ જળસંગ્રહ

abplusnews

Leave a Comment