AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

AMC ની દબાણ હટાવવાની કાર્યવાહી ઉગ્ર બની, નરોડામાં પોલીસ પર પથ્થરમારો

AMC
Share

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC )ના એસ્ટેટ વિભાગ અને નરોડા પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. કાર્યવાહી દરમિયાન સ્થાનિક લારીવાળાઓના એક ટોળાએ અચાનક પોલીસ અને કોર્પોરેશનની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આજે 22 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ નરોડા પોલીસના સ્ટાફ સાથે GEB રોડ પર આવેલી વેજીટેબલ માર્કેટની બહાર દબાણો દૂર કરવા પહોંચી હતી. AMC દ્વારા શાકભાજી લારીવાળાઓ માટે ખાસ વેજીટેબલ માર્કેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમ છતાં કેટલાક લારીવાળા નિયમોનું ઉલ્લંઘન કરીને રોડ પર ગેરકાયદેસર રીતે લારીઓ ઉભી રાખીને ધંધો કરતા હતા. જેના કારણે ટ્રાફિક સમસ્યા અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો થતો હતો.

AMC ની ટીમ દ્વારા નિયમ વિરુદ્ધ ઉભી રહેલી લારીઓ હટાવવાની કાર્યવાહી શરૂ કરતા જ સ્થાનિક લારીવાળાઓ અને આસપાસના લોકો ભેગા થવા લાગ્યા હતા. થોડી જ વારમાં મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું અને વાતાવરણ તંગ બન્યું. આ દરમિયાન કેટલાક ઉશ્કેરાયેલા તત્વોએ પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

પથ્થરમારાની ઘટનામાં ASI કમલેશભાઈને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે બળપ્રયોગ કરીને ટોળાને વિખેર્યું હતું અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરી હતી. પોલીસ અને AMC ની ટીમે કાર્યવાહી ચાલુ રાખીને દબાણરૂપ લારીઓ અને સામાન જપ્ત કર્યો હતો.

નરોડા પોલીસ સ્ટેશનના PI પી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, ટોળામાંથી કેટલાક લોકોએ જાણબૂઝીને પથ્થરમારો કર્યો હતો. આ મામલે ટોળા સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં વધતા દબાણો અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે AMC દ્વારા શહેરવ્યાપી મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સવારથી મોડી રાત સુધી વિવિધ ઝોનમાં લારી-ગલ્લા, હોકરો અને ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

AMC દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનોને લોક મારી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ સાથે જે કોમ્પ્લેક્સ અને મિલકતોમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં વાહન પાર્કિંગની મંજૂરી આપવામાં આવતી નથી, તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. AMC અને પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શહેરની વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે આવી કાર્યવાહી આગળ પણ કડક રીતે ચાલુ રહેશે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

રાજકારણમાં કકળાટ વધશે:પક્ષોમાં હુંસાતુંસી વધશે :પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવશે :ફેબ્રુ-માર્ચમાં રાજનીતિમાં અસ્થિરતા જોવાશે

abplusnews

માધુપુરા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ૬ આરોપીની અટકાયત

abplusnews

998 મકાન ખાલી કરવાની નોટિસથી ઈસનપુર માં તંગદિલી, રહેવાસીઓનો વિરોધ

abplusnews

Leave a Comment