સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ગુજરાતીઓ ભારે ઉત્સાહથી ઉજવતા હોય છે. મોટાભાગે મકરસંક્રાતિના દિવસે તમામ લોકો લીલા શાકભાજીથી બનેલું ઊંધિયું અને ખીચડો આરોગતા હોય છે. દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ઊંધિયું ખાવાનું ખુબજ મહત્ત્વ છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં વસતા ગુજરાતીઓ 1 લાખ 40 હજાર કિલોથી પણ વધુ ઉંધિયું ઝાપટી જશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ વર્ષે ઉંધિયાના ભાવમાં પણ રૂપિયા 50થી 100નો વધારો જોવા મળી રહ્યો છે. જલેબીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 25થી 30 હજાર કિલો જલેબી વેચાવાનો અંદાજ છે. જેનો ભાવ કિલોએ 800 રૂપિયા સુધી પહોંચ્યો છે.
અમદાવાદીઓ 35થી 40 હજાર ઉંધિયું ઝાપટી જશે અમદાવાદમાં આ વર્ષે 450થી લઈને 650 રૂપિયા કિલો સુધીનું ઊંધિયાની અમદાવાદીઓ લિજ્જત માણશે. આ ઉપરાંત અમદાવાદીઓ આ વર્ષે અંદાજિત 35થી 40 હજાર કિલો ઊંધિયું ઝાપટી જશે. ઊંધિયાની સાથે સાથે જલેબીનું વેચાણ પણ તેટલા પ્રમાણમાં જ થતું હોય છે. ત્યારે અમદાવાદીઓ આ વર્ષે 25થી 30 હજાર કિલો જલેબી ઝાપટી જાય તેવો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે.

જલેબીનો ભાવ 800 રૂપિયા કિલોએ પહોંચ્યો આ ઉપરાંત જલેબીનો પણ 800 રૂપિયા કિલોનો ભાવ છે. કાચા માલસામાનની સાથે સાથે શાકભાજી સહિતની વસ્તુઓ સુધારવા માટે જે કારીગરની જરૂર પડે છે તેમની દૈનિક વેતનમાં પણ વધારો થતા તેનો ભાર ગ્રાહકોને ભોગવવો પડશે. મોટા ભાગના સ્થળ પર ઊંધિયાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 30થી 40 રૂપિયાનો વધારો થયો છે.