AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદમાં 824 કરોડનો નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર, અમિત શાહ કરશે લોકાર્પણ

નારણપુરા
Share

ભારત વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. એ પૃષ્ઠભૂમિમાં ગુજરાતે પણ પોતાને તૈયાર કરી દીધું છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે. 1.18 લાખ ચોરસ મીટર વિસ્તારમાં રૂ. 824 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય કોમ્પ્લેક્સનું લોકાર્પણ 14 સપ્ટેમ્બર, 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે. આ પ્રસંગે વિશાળ જાહેરસભા અને કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા

આ કોમ્પ્લેક્સની સુવિધાઓને કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવા પ્રતિષ્ઠિત સંગઠનોએ નિરીક્ષણ કરીને માન્યતા આપી છે. વધુમાં, એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ અને વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જેવી ટુર્નામેન્ટ્સ અહીં યોજાવાની છે.

કોમ્પ્લેક્સની રચના

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છ વિભાગોમાં વહેંચાયેલો છે:

  • બ્લોક A : એક્વાટિક સ્ટેડિયમ – આંતરરાષ્ટ્રીય ધોરણનું સ્વિમિંગ અને ડાઈવિંગ પૂલ, 1500 પ્રેક્ષક ક્ષમતા. પૂલ મર્થા ટેક્નોલોજીથી બનાવાયો છે, જે ઈકોફ્રેન્ડલી અને સેફટી ધોરણો ધરાવે છે.

  • બ્લોક B : સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ – બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, રેસલિંગ અને ટેબલ ટેનિસ માટે મલ્ટીપર્પઝ હોલ. ખેલાડીઓ માટે નિવાસ, ફિટનેસ સેન્ટર અને ટ્રેનિંગ સુવિધાઓ.

  • બ્લોક C : ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેના – સૌથી મોટું હોલ, જેમાં એકસાથે 5200 પ્રેક્ષકો બેસી શકે. અહીં 16 બેડમિન્ટન કોર્ટ, બાસ્કેટબોલ, જિમ્નાસ્ટિક, કુસ્તી સહિતની રમતગમતની સુવિધા.

  • બ્લોક D : કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર – સામાન્ય નાગરિકો માટે ક્લબ હાઉસ, કાફેટેરિયા, જિમ, લાઈબ્રેરી તથા વિવિધ ઈન્ડોર રમતો.

  • ફિટ ઈન્ડિયા ઝોન – સિનિયર સિટિઝન માટે સિટિંગ એરિયા, બાળકો માટે પ્લે ઝોન, આઉટડોર જિમ, જોગિંગ ટ્રેક અને સ્કેટિંગ રિંક.

  • આઉટડોર સ્પોર્ટ્સ ઝોન – 6 ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ અને વોર્મ-અપ સ્વિમિંગ પૂલ.

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આધુનિક સુવિધાઓ

કોમ્પ્લેક્સમાં 850 બે-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્કિંગની સુવિધા, ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા, મેડિકલ સ્ટેશન, મીડિયા રૂમ, ડોપિંગ કંટ્રોલ એરિયા અને વીઆઈપી લોન્જ સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

ઓલિમ્પિક 2036 અને કોમનવેલ્થ 2030 તરફ એક પગલું

ભારત સરકાર તરફથી 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં કરવા માટે સત્તાવાર બીડ દાખલ થઈ ચૂકી છે. જો મંજૂરી મળશે તો અમદાવાદ પહેલી વાર વિશ્વસ્તરીય ગેમ્સનું આયોજન કરશે અને એ વિશ્વને સંદેશ આપશે કે 2036ના ઓલિમ્પિકને હોસ્ટ કરવા ભારત સંપૂર્ણ સક્ષમ છે.

નારણપુરા નું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ એ ગુજરાતની રમતગમત પ્રતિબદ્ધતા અને ભારતની વૈશ્વિક રમતગમત યાત્રાનું નવું પ્રતિક છે. આ ભવ્ય પ્રોજેક્ટથી ખેલાડીઓને વિશ્વસ્તરીય ટ્રેનિંગ અને નાગરિકોને હેલ્થી લાઈફસ્ટાઈલ બંનેનો લાભ મળશે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

હાઈડ્રોલિક ગોડાઉનમાં છુપાવ્યો દારૂ, 108 બોટલ સાથે બુટલેગર ઝડપાયો

abplusnews

કાળીચૌદશ 2025: શા માટે કરવામાં આવે છે હનુમાનજીની પૂજા? જાણો મહત્વ અને પૂજાવિધિ

abplusnews

અમદાવાદમાં પાંચ દિવસમાં 184 ઝાડા ઉલટી, 92 ટાઈફોઈડ, 6 કોલેરાના કેસ

abplusnews

Leave a Comment