AB Plus News
BREAKING NEWS
ક્રાઈમતાજા સમાચાર

પ્રેમ પ્રકરણ ને લઈને યુવકને બંધક બનાવી માર મારવાનો વીડિયો વાઈરલ

પ્રેમ પ્રકરણ
Share

સોશિયલ મીડિયામાં સુરતના ડિંડોલી વિસ્તારમા કથિત પ્રેમ પ્રકરણ માં યુવકને બંધક બનાવીને માર મરાયાના નામે વાઈરલ થયેલ વીડિયો સબંધે એક યુવક અને બે સગીરને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે.

ડિંડોલી વિસ્તારમાં રહેતા મહેશ (નામ બદલ્યું છે)ની બાજુમાં રહેતી આરોપી સગીરની કાકાની દીકરી બહેન સાથે વાતચીત કરતો અને પ્રેમ સંબંધ હોવાનો દ્વેષભાવ રાખી માર મારવામાં આવ્યો હતો.

વેલેન્ટાઈન ડેના દિવસે બંધક બનાવી માર માર્યો હતો

તા. 14 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં મહેશ આરોપી સગીરના ઘરની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આરોપી સગીરે મહેશને પોતાના ઘરે બોલાવ્યો. ત્યારબાદ, તેના બે મિત્રોની મદદથી મહેશને ઘરમાં ખંભા સાથે સાડીથી બાંધી, સળીયા અને પટ્ટા વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.

પ્રેમ પ્રકરણ

બે સગીર સહિત ત્રણ ઝડપાયા

મહેશની ફરિયાદ આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ડીંડોલી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તટસ્થ કામગીરી કરતા પીડિતને શોધી કાઢ્યો. આ ગુનામાં સંડોવાયેલ બે સગીર અને એક આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી અજય રવિન્દ્ર ઠાકરે (ઉ.વ. 25, રહે. સુમનધામ સોસાયટી, રીષીકેશ એવન્યુની બાજુમાં, નવાગામ, ડીંડોલી)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બંને સગીરોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રેમ પ્રકરણ માં યુવકના હાથ પગ બાંધી, પટાથી માર મરાયો

યુવકને રૂમની અંદર લાકડાના પીલર સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. યુવકને લાકડાના ડંડા સાથે બંને હાથ ટુવાલ વડે બાંધી દેવામાં આવ્યા હતા અને તેના પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. રૂમમાં બે વ્યક્તિઓ હાજર હતા, જે પૈકી એક વ્યક્તિ બેલ્ટ વડે લાકડા સાથે બાંધેલા યુવકને માર મારતો જોવા મળી રહ્યો છે. બેલ્ટ વડે માર મારવાના કારણે યુવક દ્વારા આજીજી પણ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

 

વધુ સમાચાર વાંચો :
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર ખાતે સમૂહ લગ્નમાં હાજરી આપી
https://abplusnews.com/rishikeshbhai-patel-gave-a-group-wedding/
https://www.youtube.com/watch?v=25aLkFeOgTk

 


Share

Related posts

અમદાવાદમાં દંપતી પાસે થી ઝડપાયા 3.61 કિલો ગાંજો, SOGએ પકડ્યા

abplusnews

કોતરપુર ટ્રંક મેઈનલાઇન શટડાઉન: મધ્ય ઝોનમાં આજે સાંજ અને આવતીકાલે સવારે પાણી બંધ

abplusnews

બિહાર વિધાનસભા ચૂંટણી 2025: પહેલા તબક્કા નું મતદાન શરૂ, 121 બેઠકો પર 1314 ઉમેદવાર મેદાને

abplusnews

Leave a Comment