AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

BJP ના સ્થાપના દિવસ અને રામનવમી નિમિત્તે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમ

BJP ના સ્થાપના દિવસ
Share

આગામી 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી ( BJP ) પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરશે. આ વર્ષે ખાસ રીતે 6 એપ્રિલના દિવસે રામનવમી પણ હોય, જેનાં પગલે અમદાવાદ શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે શહેરના દરેક વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓ રેલી કાઢશે અને પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ લગાવશે.

BJP ની શક્તિકેન્દ્રથી રેલી અને ધ્વજ લહેરાવવાની પરંપરા

અમદાવાદ શહેર ભાજપે ઘોષણા કરી છે કે દરેક વોર્ડના શક્તિકેન્દ્રમાં આવેલા મુખ્ય મંદિરોમાં ભેગા થઈ, કાર્યકર્તાઓ ભાજપના ધ્વજ સાથે રેલી સ્વરૂપે નીકળશે. રેલી બાદ, દરેક કાર્યકર્તા પોતાના ઘરોમાં ભાજપનો ધ્વજ લગાવશે. આ કાર્યક્રમ દ્વારા પાર્ટીના સ્થાપના દિવસને વિશેષ રીતે ઉજવવાનો ઉદ્દેશ છે અને કાર્યકર્તાઓમાં નવા ઉર્જાનો સંચાર થશે.

વિધાનસભા દીઠ નવા સક્રિય સભ્યોનું સંમેલન

ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી રજનીભાઈ પટેલે જણાવ્યું કે 7, 8 અને 9 એપ્રિલ દરમ્યાન મહાનગરની દરેક વિધાનસભામાં નવા સક્રિય સભ્યો માટે સંમેલન યોજાશે. આ સંમેલનમાં નવા કાર્યકર્તાઓને પાર્ટીની નીતિ-સિદ્ધાંતો અને ભવિષ્યની રણનીતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

પ્રવાસી કાર્યકર્તાઓ શક્તિકેન્દ્રમાં મુલાકાત લેશે

10, 11 અને 12 એપ્રિલ દરમિયાન, દરેક શક્તિકેન્દ્રમાં એક પ્રવાસી કાર્યકર્તા હાજરી આપશે. તે નવેસરથી બનેલી બુથ સમિતિના કાર્યકર્તાઓને મળીને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત, શક્તિકેન્દ્ર વિસ્તારમાં રહેતા સમાજના અગ્રણીઓ અને ધર્મગુરુઓ સાથે પણ મુલાકાત કરવામાં આવશે, જેથી પાર્ટી અને સ્થાનિક આગેવાનો વચ્ચે મજબૂત સંબંધો બાંધવામાં આવે.

BJP ના ધ્વજ સાથે ભવ્ય રેલી અને ઉજવણી

ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શહેર પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત પી. શાહે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે 1980માં જનસંઘના તબક્કાથી પસાર થઈ, મુંબઈમાં BJP ની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે 6 એપ્રિલે આ દિવસને BJP ના ધ્વજ સાથે ઉજવવાની પરંપરા છે. તેથી, આ વર્ષે રેલી દ્વારા જનજાગૃતિ લાવી, ભાજપનો પ્રચાર કરવામાં આવશે.

આ બેઠકમાં શહેરના ધારાસભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમ દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી અને રામનવમીનો ભવ્ય સમારંભ યોજાશે.

 

 

વધુ સમાચાર વાંચો :
નકલી ઘી અને પનીર નું ગોરખધંધું ઝડપાયું, ભેળસેળ સામે કડક કાર્યવાહી
https://abplusnews.com/fake-ghee-and-paneer-racket-busted/
https://www.youtube.com/watch?v=CjpB5p5i_90

Share

Related posts

ATSએ 50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સની ઝડપ

abplusnews

વિરમગામ તાલુકાના થોરી મુબારકમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 1 ની ધરપકડ

abplusnews

SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ, મોટી દુર્ઘટના ટળી

abplusnews

Leave a Comment