દ્વારકા નગરપાલિકા ની 16 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ભાજપને મહત્વની સફળતા મળી છે. બક્ષીપંચની એક બેઠક પર વિજય બુજડ બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની ત્રણ બેઠકો માટે ભાજપ તરફથી પરેશ ઝાખરીયા, મીરાબેન ડંડેચા અને મનીષાબેન મકવાણા મેદાનમાં છે.
ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને પ્રચારનો જોશ
ગઈકાલે વોર્ડ નંબર 6માં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય પબુભા માણેક અને જિલ્લા પ્રમુખ મયુર ગઢવીની ઉપસ્થિતિમાં થયું. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચૂંટણી પ્રચાર તેજ ગતિએ શરૂ કરવામાં આવ્યો છે.
ભાજપ પેનલ માટે આશાવાદ
સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે રઘુવંશી યુવાન પરેશ ઝાખરીયા સૌથી વધુ મતોના અંતરથી વિજયી બની શકે. ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં વિશ્વાસ છે કે વોર્ડ નંબર 6માં સમગ્ર પેનલને મોટી લીડ મળશે.
સાતેય વોર્ડમાં પ્રચાર તેજ
દ્વારકા નગરપાલિકા ની તમામ સાત વોર્ડમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર અભિયાન ગતિમાન છે. કાર્યકરો દ્વારા ઘરોમાં સંપર્ક, જાહેર સભાઓ અને સ્થાનિક સ્તરે પ્રચાર અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.