AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

હાઈડ્રોલિક ગોડાઉનમાં છુપાવ્યો દારૂ, 108 બોટલ સાથે બુટલેગર ઝડપાયો

હાઈડ્રોલિક
Share

અમદાવાદ: શહેરમાં બુટલેગરો દારૂ છુપાવવા નવી-નવી ચતુરાઈ અજમાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચે કૃષ્ણનગરના શક્તિ ચોક વિસ્તારમાં એક અનોખી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે, જ્યાં બુટલેગરે હાઈડ્રોલિક દરવાજાવાળું અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો હતો.

108 બોટલ સાથે બુટલેગર ઝડપાયો
બાતમીના આધારે પોલીસે બુટલેગર સુધીર મુકેશભાઈ ગઢવીના મકાન પર દરોડો પાડ્યો. પહેલા તો ઘરમાંથી દારૂ મળી આવ્યો નહીં, પણ રૂમની ટાઇલ્સ થોડી અલગ દેખાતા પોલીસે તપાસ કરી. ટાઇલ્સ નીચે હાઈડ્રોલિક ગોડાઉન છુપાયેલું હતું. ત્યાંથી 80 દારૂની બોટલ અને 20 બિયરના ટિન મળ્યા, જેની કિંમત રૂ. 40,000 થાય છે.

અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ
પોલીસે સુધીર ગઢવીની ધરપકડ કરી. પૂછપરછમાં બહાર આવ્યું કે ગોપાલસિંહ તેના સાથીદાર છે અને રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ભગીરથસિંહ રાજપૂત તેમને દારૂ સપ્લાય કરતો હતો. હાલમાં ગોપાલસિંહ અને રાજેન્દ્રસિંહ ફરાર છે, જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચો :
સાઇબર ક્રાઇમ દ્વારા ચાઈનીઝ સિન્ડિકેટ માટે બેંક ફ્રોડ ગેંગનો પર્દાફાશ
https://abplusnews.com/bank-fraud-gang-busted-for-chinese-syndicate/
https://www.youtube.com/watch?v=nKTJEnrkBjU

Share

Related posts

કમુરતા બાદ કોણ બનશે ભાજપનો મુરતિયો? કોને સોંપાશે પાટીલની જગ્યા, રેસમાં આ નામ છે સૌથી આગળ

abplusnews

ભાજપને મળશે 11મો પ્રદેશ પ્રમુખ, કમલમ ખાતે મતદાન પ્રક્રિયા શરૂ

abplusnews

ધોરણ 10 અને 12ની પરીક્ષા: હોલ ટિકિટ ડાઉનલોડ & મહત્વપૂર્ણ સૂચનાઓ

abplusnews

Leave a Comment