ગુજરાત રાજ્યમાં વિવિધ કારણોસર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ગત મોડી રાતથી જ પવનની ગતિ પણ વધી હોય તેવો અનુભવ ગુજરાતવાસીઓ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા ઠંડા પવનોને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ત્રણથી ચાર દિવસ તાપમાનની યથાવત્ રહેવાની સંભાવના છે.
ઉત્તરાયણ સારી રહેવાના એંધાણ
મહત્ત્વનું છે કે, આવતીકાલે ગુજરાતવાસીઓના મનપસંદ તહેવાર નિમિત્તે મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ સારી હોવી આવશ્યકતા છે. ત્યારે આજથી જ ગુજરાતમાં ઠંડા પવનો ઝડપી ગતિએ ફુંકાઈ રહ્યા છે. તેથી આ વર્ષની ઉત્તરાયણ સારી રહેવાના પણ એંધાણ જણાઈ આવે છે.
નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત રાજ્યના અન્ય મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે ત્યારે ગત રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.’
વધુ સમાચાર વાંચો :
સતલાસણા તાલુકાના ટીમ્બાથી હડોલ જવા માટેનો રોડનું કામ મનથર ગતિએ
https://abplusnews.com/road-construction-in-satlasana-at-slow-pace/