AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

મેઘ મહિનામાં કોરોના નો ભડકો: 40 નવા કેસ, 33 હજુ એક્ટિવ

કોરોના
Share

અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના વાઇરસના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 5 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સિવાય રાજકોટ અને મહેસાણાના કડી તાલુકામાં પણ નવા કેસ સામે આવ્યા છે, જેના પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને રાજ્યભરના સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ સહિતની તાત્કાલિક તજવીજ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોના ની સ્થિતિ

અમદાવાદમાં નોંધાયેલા પાંચ કેસોમાંથી એક 84 વર્ષીય વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક 20 વર્ષીય યુવતીને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે સારવાર માટે લાવવામાં આવી હતી. તેની કોરોનાની ટેસ્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલ તેણી ઓક્સિજન સપોર્ટ પર છે. બાકીના ત્રણ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તબીબોની નજર હેઠળ છે.

મહત્વનું છે કે મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 40 કેસ નોંધાયા છે, જેમાંથી 33 કેસ હાલમાં એક્ટિવ છે. વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખી AMC સંચાલિત SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.

કડીમાં કોરોના નો બીજો કેસ

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પણ કોરોના નો બીજો કેસ નોંધાયો છે. કલ્યાણપુરા રોડ પર દડી સર્કલ પાસે રહેતા એક યુવકને તાવ અને શરદીના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબે શંકા જતાં કોરોના ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો. આ અગાઉ બુધવારે પણ કડીના ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો હતો. બંને દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં લાંબા સમય બાદ કેસ નોંધાયો

રાજકોટ શહેરમાં ન્યૂ ઓમનગર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. શહેરમાં લાંબા ગાળાના વિરામ બાદ કોરોનાનો કેસ નોંધાતા તંત્રએ તકેદારી વધારવાની શરૂઆત કરી છે.

હોસ્પિટલોમાં પૂરતી તૈયારી

રાજ્યના વિવિધ શહેરોમાં કોરોનાની શક્ય તીવ્રતા સામે હોસ્પિટલોને તૈયાર રાખવામાં આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ સાથે આઇસોલેશન માટે તાકીદે વ્યવસ્થા ઉભી કરાઈ છે. અહીં 20 હજાર લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ કોરોના વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વિભાગ કાર્યરત છે અને સુરતમાં પણ તાત્કાલિક જરૂરિયાતે વોર્ડ શરૂ કરવાની તૈયારી પૂર્ણ છે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદમાં તલવારો અને છરીઓથી હાહાકાર: 4 ખૂની હુમલાઓ!

abplusnews

ATSએ 50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સની ઝડપ

abplusnews

આજથી આરટીઓની લાઇનમાંથી મુક્તિ: લર્નિંગ લાયસન્સ હવે ઓનલાઈન

abplusnews

Leave a Comment