રાજકોટમાં ડબલ મર્ડરની ચકચારભરી ઘટના
રાજકોટના આર્યનગર વિસ્તારમાં સોમવારની રાત્રે ડબલ મર્ડરની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ. પરપ્રાંતિય બે શખ્સોએ છેડતીની શંકાના કારણે ભાઈઓ પર છરીથી હુમલો કર્યો, જેમાં નાનાભાઈની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને મોટાભાઈનું સારવાર દરમિયાન અવસાન થયું.
ડાબેથી અમિત જૈન અને જમણેથી વીકી જૈનની ફાઈલ તસવીર
હત્યા પાછળની શક્યિત અને પોલીસની કાર્યવાહી
સંત કબીર રોડ ઉપર રહેતા અમિત અને વિક્કી જૈન પરપ્રીય શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી દેવાયા હતા. તપાસમાં બહાર આવ્યું કે હત્યારાઓ છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા હતા, જેઓને અમિત અને વિકી પર પોતાની પત્નીની છેડતીની શંકા હતી.
અકસ્માત પછીનો માહોલ
બંને ઘાયલ ભાઈઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી, પણ સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ થયું.
રાજકોટમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ
મૃતક અમિત જૈનની પત્ની અમીનાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચો :
રાજકોટ માં ભુઈના ધતિંગનો પર્દાફાશ: વિજ્ઞાન જાથાની સફળ કાર્યવાહી
https://abplusnews.com/bhuis-dathing-exposed-in-rajkot/
Naroda ખાતે VHPના કાર્યકર્તાઓ ભેગા થઈ અને ધરણાનું કાર્યક્રમ યોજ્યો હતો | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=1UsK7ahzUWE