આજથી 31 જાન્યુઆરી સુધી ફ્લાવર શોમાં જોયેલા ફૂલો ઉપલબ્ધ
સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની સિઝનલ રોપાનું વેચાણ શરૂ
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 24 દિવસ સુધી ચાલી રહેલા “અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આશરે 13 લાખ લોકોએ હાજરી આપી હતી અને આ શોએ 12.90 કરોડ રૂપિયાનું આવક હાંસલ કર્યું છે. ફ્લાવર શો દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલા દેશ-વિદેશના અસાધારણ સિઝનલ રોપાનું વેચાણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ રોપાઓ 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ખરીદી શકાય છે.
વેચાણના સ્થળો અને સમય
આવૃત્તિમાં પ્રદર્શિત સિઝનલ રોપા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ નર્સરીઓ પર ઉપલબ્ધ રહેશે:
- રસાલા નર્સરી: લૉ-ગાર્ડન બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે, એલિસબ્રિજ
- સૌરભ નર્સરી: મૈમનગર ફાયર સ્ટેશન પાછળ, નવરંગપુરા
- વિશ્વકમાં નર્સરી: વિશ્વકર્મા કોલેજ પાછળ, ન્યુ.સી.જી.રોડ, ચાંદખેડા
- સાયન્સ સિટી નર્સરી: કેનાલ રોડ, ગોતા
- નિકોલ નર્સરી: બાગબાન ફાર્મ પાસે, નિકોલ
કિંમત શ્રેણી અને ઉપલબ્ધ રોપાઓ
સિઝનલ રોપાની કિંમતો રૂ. 10થી 235 સુધી રાખવામાં આવી છે. નર્સરીઓમાં ઉપલબ્ધ મુખ્ય રોપાઓમાં ગજેનીલા, પીટુનીયા, બેગોનિયા, ઓર્નામેન્ટલ કેલ, કેલેન્ડુલા, હાયપોસ્ટીસ અને બીજા ઘણા પ્રકારો શામેલ છે. આ સાથે પોટ પ્લાન્ટ્સ જેવા કે પાનસેટિયા અને કેલેન્ચો પણ ઉપલબ્ધ છે.
ખાસ સૂચનાઓ:
- રોપા લઈ જવા માટે પોતાનાં કન્ટેઇનર અને વાહન સાથે આવવું જરૂરી છે.
- રોપા જગ્યાએ જોવા અને ચુકવણી પછી ઉપાડવામાં આવશે.
- નર્સરીઓના સમયગાળા: સવારે 9:00 થી બપોરે 1:00 અને બપોરે 2:00 થી સાંજે 6:00 સુધી.
વધુ માહિતી માટે મુલાકાત લો: www.ahmedabadcity.gov.in
મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ
વધુ સમાચાર વાંચો :
જયેશ રાદડિયા દ્વારા સમાજ સેવાના ઉદાહરણ સાથે ટપોરી ગેંગ પર પ્રહારો
https://abplusnews.com/jayesh-radadiya-attacks-tapori-gang/