AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2025: 83.08% સાથે રેકોર્ડબ્રેક સફળતા

પરિણામ
Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10નું વર્ષ 2025 માટેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે આજે શિક્ષણજગતમાં એક મહત્વપૂર્ણ ઘટના રૂપે નોંધાયું છે. આ વર્ષે સમગ્ર રાજ્યનું સરેરાશ પરિણામ 83.08 ટકા રહ્યું છે, જે ગયા વર્ષની તુલનાએ 0.52 ટકા વધુ છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક મંચે આ પરિણામ વિદ્યાર્થીઓના સતત પ્રયાસો અને શિક્ષણજગતના સહયોગને દર્શાવે છે.

વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર દીકરાઓ કરતા ઉત્તમ પરિણામ આપી રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા રહ્યું છે, જયારે વિદ્યાર્થીનું પરિણામ 79.56 ટકા નોંધાયું છે. આ પ્રમાણે દીકરીઓ દીકરાઓ કરતા 7.68 ટકા આગળ રહી છે અને પરિણામના મોરચે પર બાજી મારી છે.

અનુક્રમણિક વિષયોની વાત કરીએ તો, આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને ગુજરાતી વિષયોમાં નાપાસ થયા છે. ગણિતમાં 16.53 ટકા, એટલે કે 1,13,352 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિજ્ઞાનમાં 12.16 ટકા (90,791 વિદ્યાર્થી) અને ગુજરાતી વિષયમાં 8.71 ટકા (54,614 વિદ્યાર્થી) નાપાસ થયા છે. આ આંકડાઓ એ તરફ ઈશારો કરે છે કે STEM અને ભાષા વિષયોમાં વધુ માર્ગદર્શન અને શિક્ષણ સુધારાની જરૂર છે.

જિલ્લાવાર પરિણામની વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરિણામ 89.29 ટકા નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા રહ્યો છે, જ્યાં Result માત્ર 72.55 ટકા રહ્યું છે. આ મુજબ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા અને જાગૃતિ વચ્ચેનું તફાવત સ્પષ્ટ રૂપે જણાય છે.

આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં કુલ 1574 શાળાઓએ 100 ટકા Result આપ્યું છે, જે એક પ્રશંસનીય સિદ્ધિ છે. બીજી તરફ, 201 શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે, અને 45 શાળાઓએ 0 ટકા પરિણામ નોંધાવ્યું છે, જે શિક્ષણતંત્ર માટે ચિંતાનો વિષય છે.

રાજ્યભરમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી યોજાઈ હતી, જેમાં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પેપર આપ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાના Result માટે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org અને વ્હોટ્સએપ નંબર 6357300971 દ્વારા પણ માહિતી મેળવી શકે છે.

આ વર્ષેનું Result રાજ્યના શૈક્ષણિક વિકાસ તરફ એક સકારાત્મક પગથિયો ગણવામાં આવી શકે છે. હવે જરૂરી છે કે શિક્ષણવિદો, પેરન્ટ્સ અને શાળાઓ ખાસ કરીને નિષ્ફળતા દર્શાવનારા વિષયો પર વધુ ધ્યાન આપીને આગામી વર્ષે માટે વધુ સારું અને સ્થિર શિક્ષણ માળખું ઊભું કરે.

વધુ સમાચાર વાંચો :
અમદાવાદના દરેક ઝોનમાં નવા 26 પ્લે ગ્રાઉન્ડ : બાળકો માટે રમતમાં નવુ યૂગ શરૂ થશે
https://abplusnews.com/26-new-playgrounds-in-ahmedabad/
https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ગુજરાતમાં વરસાદી માહોલ : IPL ફાઈનલ પર વિઘ્નની શક્યતા

abplusnews

કુબેરનગર અંડરપાસનું રીનોવેશન શરૂ, નરોડાનો મુખ્ય અંડરપાસ બંધ

abplusnews

તોફાની પવન અને વરસાદના તોફાને ગુજરાતમાં જીવલેણ અસર ઉભી કરી

abplusnews

Leave a Comment