અમદાવાદના જીવરાજપાર્ક ચારરસ્તા પાસે જ્ઞાનદા સોસાયટીમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. સોસાયટીના 24 નંબરના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદે રીતે સ્ટોર કરેલા ગોડાઉન માં એર કન્ડીશનર, ફ્રીજના કોમ્પ્રેસર, લાઈટરના ગેસના બાટલા અને અન્ય વિસ્ફોટક સામગ્રી ફાટતાં ભયાનક આગ લાગી હતી. આગમાં ઉપરના માળે રહેતી સગર્ભા સરસ્વતીબહેન મેઘાણી (ઉમ્ર 42) અને તેમના 2 વર્ષના પુત્ર સૌમ્યનું ગૂંગળાઈ જવાથી દુઃખદ અવસાન થયું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મકાનમાલિક જગદીશ મેઘાણી પોતે બાજુના કોમ્પ્લેક્સમાં એસી અને ફ્રીજના રો-મટિરિયલનો વ્યવસાય કરે છે અને પોતાના રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદે ગોડાઉન માં ફેરવી દીધો હતો. અહીં લગભગ 3,000 જેટલા ગેસના નાના બાટલા સ્ટોર કરાયા હતા. આગના કારણે બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે પ્લાસ્ટર ઉડી ગયું, ગ્રિલ બહાર આવી ગઈ અને ઘરની બાજુના મકાનોને પણ નુકસાન થયું.
આ દુર્ઘટનાને પગલે ગોડાઉન આસપાસ પાર્ક કરેલી 4 કાર અને 7 ટુવ્હીલર બળીને ખાખ થઈ ગયા. ગેસના બાટલાં બ્લાસ્ટ થતાં સોસાયટીના રોડ તેમજ જાહેર રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. આ અંગે વાસણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આગની ભયાનકતાને ધ્યાનમાં રાખીને એફએસએલ, ફાયર વિભાગ અને મ્યુનિ. દ્વારા વિશેષ તપાસ હાથ ધરાઈ છે.
સોસાયટીના ચેરમેન ભાવિન જોષી અનુસાર, ગત વર્ષ મ્યુનિસિપલ કોર્પોરેશનને લખિતમાં આ ગેરકાયદે ગોડાઉન વિશે જાણ કરાઈ હતી અને આગના જોખમ અંગે ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય કાર્યવાહી નહીં થતાં આજે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ.
આ ઘટનાએ સાવચેતી ન લેવાય તો કેવી રીતે ગેરકાયદે વ્યવસાયો સામાન્ય નાગરિકોના જીવ માટે જોખમ ઉભું કરી શકે છે તે સ્પષ્ટ કરીને મૂકી દીધું છે.
વધુ સમાચાર વાંચો :
નિકોલમાં રામનવમી યાત્રામાં વિવાદ , પોલીસે યાત્રા રોકતા VHPનો ચક્કાજામ
https://abplusnews.com/controversy-during-ram-navami-yatra/
નરોડા કોલેજમાં વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવનો ભવ્ય આયોજિત કાર્યક્રમ | AB PLUS NEWShttps://www.youtube.com/watch?v=CjpB5p5i_90