AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત: હાલના મીટર સમાન કામગીરી – ઊર્જામંત્રી

સ્માર્ટ મીટર
Share

ગુજરાતમાં પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લાગુ કરવાની જાહેરાત પછી વિવાદ થયો હતો. લોકોએ પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈને વિરોધ વ્યક્ત કર્યો. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને આ મુદ્દે સવાલ કર્યો હતો.

હાલના મીટર અને પ્રિ-પેઈડ મીટરની કામગીરી સમાન
ઉર્જા મંત્રી કનુ દેસાઈએ સમજાવ્યું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. સૌથી મોટો ફાયદો એ છે કે વીજ વપરાશની તમામ વિગતો ગ્રાહકોને મોબાઇલ પર સરળતાથી મળશે.

સ્માર્ટ મીટરના ફાયદા
ઉર્જા મંત્રી મુજબ, સ્માર્ટ મીટર લાગવું ફરજિયાત છે અને તેનાથી ઘણા ફાયદા છે. તે જાતે જ વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરની એપ્લિકેશનથી ગ્રાહકોને ડેટા મળે છે, જે તેમને વપરાશ પર વધુ નિયંત્રણ આપશે.

વીજ માગનું આયોજન સરળ
સ્માર્ટ મીટર એડવાન્સ મીટરિંગ સિસ્ટમ સાથે કોમ્યુનિકેટ કરે છે. આથી, વીજ વિતરણ કંપનીઓ દરેક વિસ્તારની વીજ માગને સમજીને યોગ્ય આયોજન કરી શકે છે, જે વીજ પુરવઠાની સતત ઉપલબ્ધિમાં મદદરૂપ થશે.

સરકારના દાવા મુજબ,  વપરાશમાં પારદર્શિતા આવશે અને ગ્રાહકોને વધુ સગવડતા મળશે. છતાં, પ્રિ-પેઈડ સિસ્ટમને લઈને થતો વિરોધ જોવા લાયક રહેશે.

વધુ સમાચાર વાંચો :
માતૃભાષા પ્રત્યે ઉદાસીનતા: ગુજરાતમાં અંગ્રેજી માધ્યમનો વધતો દબદબો
https://abplusnews.com/indifference-towards-mother-tongue/
https://www.youtube.com/watch?v=0Bo5mU7nJmA

Share

Related posts

મહેસાણા મનપાના વિકાસ માર્ગ પર મુખ્ય સચિવશ્રી ની સમીક્ષા બેઠક

abplusnews

અયોધ્યાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 80 વર્ષની વયે અવસાન

abplusnews

અમદાવાદ સ્માર્ટ સિટી: 250 AMTS બસમાં લાગશે એઆઈ ડેશકેમ, રસ્તાની સમસ્યાઓ મળશે તરત દુર

abplusnews

Leave a Comment