AB Plus News
BREAKING NEWS
ક્રાઈમતાજા સમાચાર

નરોડામાં પથ્થરમારાની ઘટના : સામાન્ય બોલાચાલીએ હિંસક રૂપ લીધું

નરોડામાં પથ્થરમારાની ઘટના
Share

અમદાવાદમાં આજે ઉત્તરાયણના દિવસે નાના મોટા બનાવો બન્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં નરોડામાં પથ્થરમારાની ઘટના લોકોના ટોળા રસ્તા પર આવી ગયા હતા અને તેમણે એકબીજા પર પથ્થરમારો કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર બનાવ બાદ નરોડાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓએ ત્યાં પહોંચી ગયા હતા અને ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો. જ્યારે હાલ બંને પક્ષો તરફથી રાયોટિંગનો ગુનો દાખલ કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

સામાન્ય બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કર્યું

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નરોડા વિસ્તારમાં માછલી સર્કલ પાસે કેટલાક લોકો આજે બપોરે પત્તા રમતા હતા. આ દરમિયાન ત્યાં પત્તા રમી રહેલા લોકો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો શરૂ થયો હતો. નરોડામાં પથ્થરમારાની ઘટના અને જોતજોતામાં બંને પક્ષે લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. વાત ઉશ્કેરણીથી શરૂ થઈ ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ હિંસક બબાલ થઈ હતી.

સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરાયું

બંને પક્ષે સામસામે પથ્થરમારો થયો હતો. આ વાતની જાણ થતા સ્થાનિક પોલીસ અને નરોડાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન ત્યાં પહોંચ્યા હતા. જેમણે મામલો થાળે પાડવા માટે બળપ્રયોગ કર્યો હતો. હાલ સમગ્ર મામલો થાળે પાડ્યા બાદ બંને પક્ષે ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે.

 

વધુ સમાચાર વાંચો :

સતલાસણા તાલુકાના ટીમ્બાથી હડોલ જવા માટેનો રોડનું કામ મનથર ગતિએ

https://abplusnews.com/road-construction-in-satlasana-at-slow-pace/

શ્રીમતી એપી પટેલ આર્ટસ એન્ડ લેટ્સ શ્રી એનપી પટેલ કોમર્સ કોલેજમા માં જગદંબાની આરાધના & ગરબાની રમઝટ

https://www.youtube.com/watch?v=LADR7EF4WWE


Share

Related posts

કમુરતા બાદ કોણ બનશે ભાજપનો મુરતિયો? કોને સોંપાશે પાટીલની જગ્યા, રેસમાં આ નામ છે સૌથી આગળ

abplusnews

ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત: હાલના મીટર સમાન કામગીરી – ઊર્જામંત્રી

abplusnews

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ: સિરિયલ કિલર નો અંત

abplusnews

Leave a Comment