AB Plus News
BREAKING NEWS
તાજા સમાચારરાજનીતિ

રાજકારણમાં કકળાટ વધશે:પક્ષોમાં હુંસાતુંસી વધશે :પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવશે :ફેબ્રુ-માર્ચમાં રાજનીતિમાં અસ્થિરતા જોવાશે

Share

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડી ,ગરમી અને વરસાદ જેવા વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે. આવું અમે નહિ, પરંતું જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી છે. જોકે, આ આગાહી નહિ, પરંતુ મોટો ધડાકો છે. કારણ કે, તેમણે રાજકારણમાં રાજકીય પક્ષોમાં હુંસાતુંસીની વાત કરી છે. ત્યારે તેમની આગાહી શું છે તે જાણી લઈએ.

સામાન્ય રીતે અંબાલાલ પટેલ દેશ દુનિયાના હવામાનની આગાહી કરવા માટે પ્રખ્યાત છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદની સચોટ આગાહી કરતા હોય છે. ચોમાસાની મોસમમાં લોકો અંબાલાલ પટેલની આગાહી વાંચીને પોતાના પ્લાનિંગ કરતા હોય છે, ત્યારે હવામાનશાસ્ત્રી રાજકીય તજજ્ઞ પણ બન્યા છે. તેમણે ગુજરાતના રાજકારણની આગાહી કરી છે. રાજકારણમાં આગામી દિવસો કેવા રહેશે તેની તેઓએ ભવિષ્યવાણી કરી છે. તેમના અનુસાર, આગામી સમયમાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી સમયમાં રાજકારણમાં કકળાટ વધશે. રાજકીય પક્ષોમાં હુંસાતુંસી જોવા મળશે. પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવી શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચથી રાજકારણમાં અસ્થિરતા આવશે


Share

Related posts

અકબરનગર માં મેગા ડિમોલિશન: 400થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવા તંત્ર સજ્જ

abplusnews

કેરળ માં એક જ પરિવારના છ સભ્યોની નૃશંસ હત્યા, યુવકે કર્યો આત્મસમર્પણ

abplusnews

વીજ ગ્રાહકો માટે ખુશખબર: હવે 100 યુનિટ પર મળશે 15 રૂપિયા ની બચત

abplusnews

Leave a Comment