AB Plus News
BREAKING NEWS
ક્રાઈમતાજા સમાચાર

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી કંટાળેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદમાં Suiside
Share

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 24 વર્ષીય ભૂમી મકવાણા નામની યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ યુવતી સરકારી પરીક્ષામાં પોલીસ ભરતીની તૈયારી કરી રહી હતી અને ફિઝિકલ ટેસ્ટ પણ પાસ કરી ચૂકી હતી. મળતી માહિતી મુજબ, 7 મહિના પહેલા જ યુવતીના લગ્ન થયા હતા. પરંતુ લગ્નના દોઢ મહિના પછીથી પતિ, સાસુ અને જેઠના ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદમાં યુવતીના પતિના બીજી યુવતી સાથે આડાસંબંધ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ સંબંધો અને સાસરીય ત્રાસથી કંટાળીને યુવતીએ 3 જાન્યુઆરીના રોજ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

suiside

આ દુખદ ઘટનાને કારણે સમાજમાં ચકચારી મચી ગઈ છે. યુવતીના આપઘાત અંગે સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને આત્મહત્યા દૂષ્પેરણાનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ કિસ્સો પાતળા પરિવર્તન અને જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે. સાસરીય ત્રાસ અને આડાસંબંધો જેવી સમસ્યાઓ મહિલાઓના માનસિક તણાવમાં વધારો કરે છે, જે જીવનઘાતક નિર્ણય લેવાનું કારણ બની શકે છે. સમાજ અને પરિવારનું સમર્થન અને કાયદાકીય સુરક્ષા મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે, જેથી આવી હ્રદયવિદ્રારી ઘટનાઓને ટાળી શકાય.

 

વધુ સમાચાર વાંચો :

ગૃહમંત્રી અમિત શાહ હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે

https://abplusnews.com/amit-shah-to-inaugurate-hindu-spiritual-fair/

મહેસાણા સહિત સમગ્ર પંથકમાં છોકરાઓની ઉઠાંતરી કરતી ગેંગ નો પર્દાફાશ | AB PLUS NEWS

https://www.youtube.com/watch?v=ubrvg8Dq3Kg

 


Share

Related posts

વકફ સુધારા બિલ 2025 સંસદમાં પાસ, PM મોદીએ કહ્યું – ઐતિહાસિક ક્ષણ

abplusnews

ટીંબાથી રણુજા પગપાળા યાત્રા: 100 સભ્યોનો ધાર્મિક સંઘપ્રસ્થાન

abplusnews

PMની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં દેશમાં ૬૫ લાખ સ્વામીત્વ કાર્ડનું વિતરણ

abplusnews

Leave a Comment