AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ટ્રમ્પે ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ ની દેશનિકાલ શરૂ કરી

ઇમિગ્રન્ટ્સ
Share

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી વધુ તીવ્ર બની છે. સોમવારે, એક લશ્કરી વિમાન દ્વારા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારત માટે રવાના કરવામાં આવ્યા.

રોઇટર્સના અહેવાલ અનુસાર, C-17 લશ્કરી વિમાને ઉડાન ભરી છે, જે 24 કલાકમાં ભારત પહોંચશે. હજી સુધી વિમાનમાં કેટલા ભારતીયો હતા તે અંગે સ્પષ્ટતા થઈ નથી. ટ્રમ્પ પ્રશાસન દ્વારા 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 18,000 ભારતીયોનો સમાવેશ થાય છે.

અમેરિકામાં 7.25 લાખ ગેરકાયદેસર ભારતીયો

પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, 7.25 લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસે છે, જે આંકડા મુજબ ત્રીજા ક્રમે છે. મેક્સિકો અને અલ સાલ્વાડોરના ઇમિગ્રન્ટ્સ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમે છે.

ભારતની પ્રતિક્રિયા

ભારત સરકારે જાહેર કર્યું છે કે તે સત્તાવાર પુષ્ટિ મળ્યા પછી તેના નાગરિકોને પાછા લેવા માટે તૈયાર છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

અન્ય દેશોના ઇમિગ્રન્ટ્સની પણ દેશનિકાલ

યુએસ પેન્ટાગોન દ્વારા ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પણ લશ્કરી વિમાનો મારફતે પરત મોકલવામાં આવી રહ્યા છે.

 

વધુ સમાચાર વાંચો :

અમદાવાદ : દારૂના નશામાં BMW કારચાલકે BRTS રેલિંગમાં ઘુસાડી

https://abplusnews.com/drunk-bmw-driver-rams-brts-into-railing/

https://www.youtube.com/watch?v=NpYrcBjcKfA


Share

Related posts

કમોસમી વરસાદ થી વાતાવરણમાં પલટો, સુરત-અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ

abplusnews

નરોડામાં પથ્થરમારાની ઘટના : સામાન્ય બોલાચાલીએ હિંસક રૂપ લીધું

abplusnews

નરોડા પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે હૃદયદ્રાવક હત્યાની ઘટના

abplusnews

Leave a Comment