AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

વકફ સુધારા બિલ 2025 સંસદમાં પાસ, PM મોદીએ કહ્યું – ઐતિહાસિક ક્ષણ

વકફ સુધારા બિલ 2025
Share

નવી દિલ્હી: સંસદે વકફ (સુધારા) બિલ 2025ને મંજૂરી આપી છે. લોકસભા પછી રાજ્યસભામાં પણ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે.

પીએમ મોદીએ કહ્યું કે સંસદના બંને ગૃહો દ્વારા વકફ (સુધારા) બિલ પસાર થવું એ સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવિષ્ટ વિકાસ માટેના આપણા સામૂહિક પ્રયાસોમાં મહત્વપૂર્ણ ઘટના છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સુધારા ખાસ કરીને એ લોકોને મદદ કરશે જેઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને અવાજ અને તકથી વંચિત રહ્યા છે.

સંસદીય સભ્યોનો આભાર

વડાપ્રધાન મોદીએ આ બિલના સંદર્ભમાં સંસદીય સભ્યો અને સમિતિઓમાં ભાગ લેનારાં લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ‘આ કાયદાને મજબૂત બનાવવામાં યોગદાન આપનારાં તમામ સાંસદોને હું કૃતજ્ઞતાપૂર્વક આભાર માનું છું. સંસદીય સમિતિમાં મહત્વપૂર્ણ સૂચનો આપનારાઓનો પણ વિશેષ આભાર.’ તેમણે વધુમાં ઉમેર્યું કે આ ચર્ચા અને સંવાદના મહત્વની પુષ્ટિ કરે છે.

વકફ બિલના મતદાનનો આંકડો

રાજ્યસભામાં વકફ સુધારા બિલ પર લાંબી ચર્ચા થઈ હતી. મોડી રાત્રે 2 વાગ્યા પછી મતદાન હાથ ધરવામાં આવ્યું. રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત અને વિરોધમાં 95 મત પડ્યા હતા. આ રીતે 12 કલાકથી વધુ સમયની ચર્ચા બાદ રાજ્યસભાએ વહેલી સવારે 2:32 વાગ્યે આ બિલને મંજૂરી આપી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ‘આ હવે એક નવા યુગની શરૂઆત છે, જ્યાં માળખું વધુ આધુનિક અને સામાજિક ન્યાય માટે સંવેદનશીલ બનશે. આ રીતે આપણે વધુ મજબૂત, સમાનતાપૂર્ણ અને દયાળુ ભારતનું નિર્માણ કરી શકીએ.’

 

વધુ સમાચાર વાંચો :
નકલી ઘી અને પનીર નું ગોરખધંધું ઝડપાયું, ભેળસેળ સામે કડક કાર્યવાહી
https://abplusnews.com/fake-ghee-and-paneer-racket-busted/
https://www.youtube.com/watch?v=CjpB5p5i_90

 

 


Share

Related posts

LCB એ રીઢા વાહન ચોરને ઝડપી લીધો, 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

abplusnews

ATSએ 50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સની ઝડપ

abplusnews

ટ્રમ્પે ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ ની દેશનિકાલ શરૂ કરી

abplusnews

Leave a Comment