ઓબીસી નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન સોંપાઇ શકે છે. સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પસંદગી થશે.. 14મી જાન્યુઆરી કમુરતા ઉતરતા જ થશે મોટી જાહેરાત
કમુરતા ઉતરવાને હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે ભાજપમાં આતુરતાથી નેતાઓ રાહ જોઈને બેસ્યા છે કે, બે દિવસ બાદ શું થશે. બે દિવસ બાદ ગુજરાત ભાજપમાં મોટી નવાજૂની થશે. કારણ કે, 14મી જાન્યુઆરી કમુરતા બાદ જાહેર થશે જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામની જાહેરાત થશે. સાથે જ સીઆર પાટીલની જગ્યાએ ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. ત્યારે પ્રદેશ પ્રમુખ માટે છેલ્લી ઘડીએ નામોનું રાજકરણ ગરમ બન્યું છે. કોના નામની ચર્ચા થશે તે કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
કમુરતા ઉતરતા જ થશે જાહેરાત
ભાજપ જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 14મી જાન્યુઆરી કમુરતા બાદ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત થશે. સંભવિત 15મી જાન્યુઆરીએ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો જાહેર થઈ શકે છે. એક સાથે 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો અને 8 મહાનગરપાલિકાના શહેર પ્રમુખ જાહેર થશે. જિલ્લા અને શહેર પ્રમુખોના નામો જાહેર થયા બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે.
કોણ લેશે પાટીલની જગ્યા
પાટીલની જગ્યા ગુજરાતમાં કોણ લેશે તો હાલ ગુજરાતના રાજકારણનો સળગતો સવાલ છે. કેટલાક સૂત્રો કહી રહ્યાં છે કે, ઓબીસી નેતાના પ્રદેશ અધ્યક્ષનું સુકાન સોંપાઈ શકે છે. હાલ પાટીદાર મુખ્યમંત્રી છે, તેથી ઓબીસી નેતાને નવી જવાબદારી આપવામાં આવી શકે છે. આ માટે કેટલાક ઓબીસી નેતાના નામો પણ ચર્ચાઈ રહ્યાં છે. પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકરના નામ રેસમાં આગળ હોવાનું કહેવાય છે. તો બીજી તરફ, એવુ પણ ચર્ચાઈ રહ્યું છે કે, સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના નેતાઓમાંથી કોઈને આ જવાબદારી સોંપાઈ શકે છે.
વધુ સમાચાર વાંચો :
સતલાસણા તાલુકાના ટીમ્બાથી હડોલ જવા માટેનો રોડનું કામ મનથર ગતિએ
https://abplusnews.com/road-construction-in-satlasana-at-slow-pace/
શ્રીમતી એપી પટેલ આર્ટસ એન્ડ લેટ્સ શ્રી એનપી પટેલ કોમર્સ કોલેજમા માં જગદંબાની આરાધના & ગરબાની રમઝટ
https://www.youtube.com/watch?v=LADR7EF4WWE