AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

જયેશ રાદડિયા દ્વારા સમાજ સેવાના ઉદાહરણ સાથે ટપોરી ગેંગ પર પ્રહારો

Share

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપ નેતા જયેશ રાદડિયા એ તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં 511 દીકરીઓના ભવ્ય સમુહલગ્નોત્સવ “પ્રેમનું પાનેતર”નું આયોજન કર્યુ. આ વિશાળ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ભાજપના નેતા જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.

jd

સમુહલગ્નોત્સવ અને રાજનીતિ અંગે જયેશ રાદડિયા ની ટિપ્પણીઓ
સમુહલગ્નોત્સવ દરમ્યાન જયેશ રાદડિયા એ દાતાઓ અને 11,000થી વધુ સ્વયંસેવકોનો આભાર માનતા કહ્યું કે, આ પ્રસંગ તેના પિતાના સમાજ માટેના કાર્યને આગળ વધારવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે, “હું રાજકીય માણસ છું અને યોગ્ય સમય આવ્યે રાજકારણ પણ કરું છું. આજે આ સમુહલગ્નોત્સવ પુરો થાય ત્યારે કાલથી મારા રાજકારણમાં ફરી પ્રવેશ થઈ જશે.”

ટપોરી ગેંગ પર આકરા પ્રહારો
જયેશ રાદડિયા એ સમાજની શાંતી અને વિકાસમાં અવરોધ ઊભો કરનારા ટોળકીઓ વિશે કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, “બે ટકા ટપોરી ગેંગ સમાજમાં સારું કાર્ય થતા અટકાવવાનો પ્રયાસ કરે છે. ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર આ ટોળકીઓ ખરાબ ટિપ્પણીઓ કરીને સમાજને વિખેરવાનું કામ કરે છે.”

તેઓએ એ પણ ઉમેર્યું કે, આવા લોકોને અવગણીને સમાજ માટે સારું કામ કરવું અને સમુહલગ્નોત્સવ જેવા શુભ પ્રસંગોથી પ્રેરણા લેવી જોઈએ.

 

વધુ સમાચાર વાંચો :

બોટ પલટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુથી શોક

https://abplusnews.com/death-of-three-members-of-the-same-family/

https://www.youtube.com/watch?v=vu6rUsMLoD0


Share

Related posts

ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ: અમદાવાદ અને ગાંધીનગર બન્યા સૌથી ઠંડા શહેર

abplusnews

નારોલમાં હત્યા: જૂની અદાવતના કારણે યુવકનું મોઢું છૂંદીને નિર્દયતાથી હત્યા

abplusnews

ડમ્પર ચાલકોની બેદરકારી યથાવત: નવા નરોડામાં મહિલા મોતને ભેટી

abplusnews

Leave a Comment