AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

નરોડામાં મહંતની આપઘાતથી ભારે ચકચાર, મંદિર તોડવાના દબાણનો આક્ષેપ

નરોડામાં Demolation
Share

અમદાવાદ: નરોડામાં આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ 16 માર્ચ, 2025ની વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહંતના પુત્ર બ્રિજેશભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમના પિતાએ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાના દબાણને કારણે કંટાળીને આ પગલું ભર્યું. બીજી તરફ, AMC (Ahmedabad Municipal Corporation) દ્વારા મંદિર તોડવાની કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

નરોડામાં મંદિર બચાવવાની લડત અને સુસાઇડનોટ

મૃતક મહંત મહેન્દ્રભાઈએ આપઘાત કરતા પહેલાં એક સુસાઇડનોટ લખી હતી, જેમાં તેઓએ છેલ્લા ચાર વર્ષથી મંદિર બચાવવા માટેની લડતની વાત ઉલ્લેખી છે. સુસાઇડનોટમાં મહંતે જણાવ્યું હતું કે તેમનાં પોતાના નજીકના લોકો જ તેમની વિરુદ્ધ ઊભા થયા. તેઓએ લખ્યું કે, “હું ભીષ્મ પિતામહની જેમ લડ્યા વિના જ હાર સ્વીકારું છું.” મહંત મહેન્દ્રભાઈએ તેમના પુત્રને મંદિર બચાવવા માટે લડત ચાલુ રાખવા માટે કહ્યું.

મહંતના પરિવારના આક્ષેપો

મૃતક મહંતના પુત્ર બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે સંતોષીનગરના છાપરામાં વર્ષો જૂનુ મંદિર આવેલું છે, જે 1972 પહેલાં બનાવવામાં આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષથી બિલ્ડર, પોલીસ અને AMC દ્વારા મંદિર ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું.

AMCની સ્પષ્ટતા

નરોડામાં AMCના અધિકારીઓએ જણાવ્યું છે કે મંદિર તોડવા માટે કોઈ નોટિસ આપવામાં આવી નથી. સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ મંદિરો હટાવવા નહીં, પરંતુ નિર્માણકાર્ય માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું કે અહીંના કેટલાક લોકો રિડેવલપમેન્ટમાં વિક્ષેપ ઉભો કરી રહ્યા છે.

રાજકીય અને પોલીસની પ્રતિક્રિયાઓ

G ડિવિઝનના એસીપી વી.એન. યાદવે જણાવ્યું કે પોલીસનો રોલ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. નરોડામાં ભાજપના ધારાસભ્ય પાયલબેન કુકરાણીએ કહ્યું કે તેઓ આ સમગ્ર મામલે તપાસ માટે સૂચના આપી ચૂક્યા છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર મામલે અત્યાર સુધી કોઈ સત્તાવાર તપાસનો ખુલાસો થયો નથી. મહંતના આપઘાત પછી તેમના પરિવાર દ્વારા લડત આગળ ધપાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

 

વધુ સમાચાર વાંચો :
સાયબર એક્સપર્ટની ગડબડ : 41 લાખની ક્રિપ્ટો કરન્સી ઉચાપત
https://abplusnews.com/cyber-experts-mess/
https://www.youtube.com/watch?v=zDiR5CYbLm4

Share

Related posts

નરોડા જીઆઈડીસીમાં દારૂનું ગુપ્ત ગોડાઉન પકડાયું, 4195 બોટલો ઝડપાઈ

abplusnews

નરોડા કોલેજમાં Cyber Security Awareness Program, 350થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન

abplusnews

પ્રેમ પ્રકરણ ને લઈને યુવકને બંધક બનાવી માર મારવાનો વીડિયો વાઈરલ

abplusnews

Leave a Comment