AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાતમાં 11 વર્ષમાં સૌથી વધુ વરસાદ : ડેમોમાં પણ 48%થી વધુ જળસંગ્રહ

વરસાદ
Share

ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસાની ઔપચારિક શરૂઆત ગત વર્ષની તુલનાએ ચાર દિવસ મોડું એટલે કે 16મી જૂને થઇ હતી. છતાં માત્ર 18 દિવસમાં રાજ્યના મોટા ભાગમાં મેઘરાજાએ જમાવટ કરતા લોકોને અને ખેતીકારોને રાહત આપી છે. 3 જુલાઈ 2025 સુધી રાજ્યમાં સરેરાશ 12 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષની સરેરાશ (5.45 ઈંચ)ના સરખામણીએ બમણો વરસાદ છે.

રાજ્યમાં છેલ્લા 11 વર્ષમાં 3 જુલાઈ સુધીમાં સૌથી વધુ આ વર્ષે નોંધાયો છે. અગાઉ 2023માં 10.83 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ 2016માં માત્ર 1.79 ઈંચ રહ્યો હતો. આ વર્ષે વરસાદે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધમાલ મચાવી છે. અહીં 3 જુલાઈ સુધીમાં 23.39 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છ ઝોનમાં 6.27 ઈંચ નોંધાયો છે.

વરસાદની સિઝન 1 જૂનથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ સિઝનની હજૂ સત્તાવાર શરૂઆત થયાની થોડી જ જ દિવસોમાં જ રાજ્યમાં સરેરાશ 36.54 ટકા થઈ ચૂક્યો છે, જે આ સમયે માટે ખુબ જ ઉત્તમ ગણાય. જો આવું જ જોરદાર ચોમાસું ચાલુ રહ્યું તો રાજ્યમાં ખેતી કાર્ય પણ સારું થવાની શકયતાઓ છે.

જળસંગ્રહની દ્રષ્ટિએ પણ આ વરસાદના ઉપયોગી સાબિત થયો છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં 3 જુલાઈ સુધીમાં સરેરાશ 48.83 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ગત વર્ષે આ જ દિવસે આ આંકડો 39.27 ટકા હતો. એટલે કે 9.56 ટકાનો વધારો નોંધાયો છે. ખાસ કરીને સરદાર સરોવર અને દક્ષિણ ગુજરાતના જળાશયો સંતોષજનક સ્તરે છે.

ગત દસ વર્ષના ડેટા મુજબ, રાજ્યમાં સૌથી વધુ સિઝનલ વરસાદના 2024માં 49.75 ઈંચ નોંધાયો હતો. જયારે 2018માં સૌથી ઓછો એટલે કે 25.10 ઈંચ વરસાદ નોંધાયો હતો. જો હાલના વરસાદનું જોર આવું જ ચાલું રહે તો, આ વર્ષે પણ નવા રેકોર્ડ તૂટી શકે છે.

વરસાદના આંકડા તેમજ જળસંગ્રહના તહેવારો રાજ્ય માટે ખૂશખબરીરૂપ છે. વરસાદથી ખેતી વ્યવસ્થા સુદૃઢ બનશે, પાણીની ઉપલબ્ધતા વધશે અને રાજ્યના જળસ્ત્રોતોને નવી આશા મળશે. ખેડૂતો તેમજ નગરજનો બંને માટે ચોમાસાની આ ધમાકેદાર શરૂઆત એક આશાજનક સંકેત છે.

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

AMC નો કરોડોનો ખર્ચ, છતાં ખાડિયામાં નળમાંથી ઝેર જેવું પાણી!

abplusnews

દાણીલીમડા માં રાંધણ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર કૌભાંડ : બે ઝડપાયેલા

abplusnews

ફ્લાવર શોમાં જોયેલા ફૂલો હવે તમારા ઘરમાં: જાણો વેરાયટિ અને ભાવ

abplusnews

Leave a Comment