અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માટે આજે મહત્વનો મોંઘો પડકાર નિવારણ તરફ આગળ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય અને શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલના હસ્તે નિકોલ થી વિંઝોલ STP સુધીની ઇસ્ટર્ન મેઇન ટ્રંક લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાને શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 81.40 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.

નવી ટ્રંક લાઈન નિકોલ , ઓઢવ, વસ્ત્રાલ, રામોલ અને હાથીજણના વિસ્તારોમાં રહેતા પાંચ લાખથી વધુ નાગરિકોને ગટર ઉભરાવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી છુટકારો અપાવશે. અનેક વર્ષોથી પૂર્વ વિસ્તારમાં લોકો ટ્રેનેજ બેકિંગ અને વરસાદી પાણી ભરાવાની હાલાકીનો સામનો કરતા હતા. હવે નવી RCC ગ્રેવીટી લાઇન (1200, 1800 અને 2000 mm ડાયાની) અને 1600 mm ડાયાની MS રાઈઝિંગ લાઇન મળી કુલ 12.08 કિમી લંબાઈની લાઇન નાંખવામાં આવી છે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે નિકોલ ના ગોપાલ ચોક, મધુમાલતી આવાસ યોજના, ઓઢવના છોટાલાલની ચાલીઓ, બીઆરટીએસ આંજણા ચોક, વસ્ત્રાલના કેનાલથી રીંગરોડ સુધીના વિસ્તારોમાં ટ્રેનેજ ઓવરફ્લો અને પાણી ભરાવાની સમસ્યા હવે ટળશે. પૂર્વ વિસ્તારમાં સતત દુર્ગંધ અને રહેઠાણ ઉપર અસર થતી હતી, તે દશા હવે ધીરે ધીરે પલટાઈ રહી છે.

વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વસ્ત્રાલ, રામોલ અને હાથીજણના નવા વિકસિત વિસ્તારોને ધ્યાનમાં રાખીને લાલગેબી સર્કલથી રાધે હિલ્સ રોડ સુધી 1200 mm ડાયાની વધારાની ગ્રેવીટી લાઇન નાંખી છે. ઉપરાંત ઓઢવ 310 પંપિંગ સ્ટેશનમાં રૂ. 12 કરોડના ખર્ચે પંપની કેપેસિટી અપગ્રેડ કરી, 2200 એમક્યુબ પ્રતિ કલાક ક્ષમતા ધરાવતા 6 નવા પંપ ઇન્સ્ટોલ કરાયા છે.
જુની 1600 mm રાઈઝિંગ મેઈન લાઇન સાથે નવી 1600 mm રાઈઝિંગ લાઇન પણ હવે કાર્યરત રહેશે. જેના કારણે પાણીના વહન અને ડ્રેનેજ ઓવરફ્લો અંગેની સમસ્યાઓનું શક્તિશાળી નિરાકરણ થશે.
આટલું જ નહીં, શહેરના નરોડા, હંસપુરા, કઠવાડા, નિકોલ અને અન્ય TP વિસ્તારોમાં પણ આ લાઇનની અસરકારક અસર થશે. મંત્રી ઋષિકેશ પટેલે મ્યુનિસિપલ ટીમને અભિનંદન આપી કહ્યું કે, “આ કાર્યક્રમ માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચરનું કાર્ય નથી, પરંતુ પબ્લિક હેલ્થ અને રહેઠાણની ગુણવત્તા સુધારવાનો મહત્વનો પડકાર છે.”
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
