અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ‘મિશન 4 મિલિયન ટ્રી’ હેઠળ વૃક્ષારોપણ અભિયાન જોરશોરથી હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1.02 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો દાવો મ્યુનિ. દ્વારા કરવામાં આવ્યો છે. છતાં પણ ઇન્ટરનેશનલ એજન્સી ‘ઈકલી સાઉથ ઈસ્ટ એશિયા’ દ્વારા મ્યુનિ.ને આપેલા અહેવાલ મુજબ શહેરના કેટલાક ચોક્કસ વોર્ડમાં 2012ની સરખામણીએ 2024માં ગ્રીન કવર ઘટાડો થયો છે.
13 વોર્ડમાં 2%થી 42% સુધી ઘટ્યું ગ્રીન કવર
આ અહેવાલ મુજબ શહેરના કુલ 48 વોર્ડ પૈકી 13 વોર્ડ એવા છે જ્યાં ગ્રીન કવર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. વટવા, રાણીપ, અમરાઈવાડી, પાલડી, લાંભા, મણીનગર, નવરંગપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, ઇસનપુર જેવા વિસ્તારોમાં 1.69%થી લઈને 41.84% સુધી ઘટ્યું છે. આ દર વચ્ચે સૌથી વધુ ઘટાડો વટવા (41.84%) અને ભાઇપુરા-હાટકેશ્વર (39.19%) વોર્ડમાં નોંધાયો છે.
વધેલુ ગ્રીન કવર પણ નોંધાયું
અહેવાલમાં કેટલાક એવા વોર્ડ પણ છે જ્યાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઉદાહરણરૂપ, ઇન્દ્રપુરી (264.98%), કુબેરનગર (246.20%), સૈજપુર (114.59%), વસ્ત્રાલ (66.69%) અને રામોલ-હાથીજણ (52.52%) જેવા વિસ્તારોમાં હરિયાળીનો વિસ્તાર નોંધાયો છે.

કારણોની સમીક્ષા શરૂ
શહેરની રિક્રિએશન, કલ્ચરલ અને હેરિટેજ કમિટીની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ઈકલી દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પર ચર્ચા કરવામાં આવી હતી. કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે જે વિસ્તારોમાં ઘટ્યું છે, તેના કારણો જાણવા અને ભવિષ્યમાં ગ્રીન કવર વધારવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
હકીકત સામે આંકડાઓ
મ્યુનિ.ના દાવા મુજબ, અત્યાર સુધી શહેરમાં 20.42 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 7.59 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તૂટ્યા કે ઝાડફૂકનો ભોગ બનેલા હોવાની શક્યતા તંત્ર સામે ઉભી થઇ છે. બાંધકામ પ્રવૃત્તિઓ, નગર વિસ્તારના ધમધમતા વિકાસ, રસ્તા વિસ્તરણ અને ગેરલાયસંસ કટિંગ પણ આ ઘટાડાના મુખ્ય કારણોમાંથી ગણાય છે.
|
મણિનગર, સ્ટેડિયમ, પાલડીમાં પણ ઘટ્યું |
|||
| ગ્રીન કવર ઘટ્યું | ગ્રીન કવર વધ્યું | ||
| વોર્ડ | ઘટ્યું | વોર્ડ | વધ્યું |
| વટવા | 41.84 % | અસારવા | 55.57% |
| લાંભા | 27.70% | શાહપુર | 24.93% |
| પાલડી | 27.55% | દરિયાપુર | 32.72% |
| રાણીપ | 26.09% | નિકોલ | 44.87% |
| અમરાઇવાડી | 25.33% | વસ્ત્રાલ | 66.69% |
| ખોખરા | 24.61% | ભાઇપુરા-હાટકેશ્વર | 39.19% |
| દાણીલીમડા | 11.55% | રામોલ-હાથીજણ | 52.52% |
| વેજલપુર | 8.55% | ગોતા | 50.64% |
| મણીનગર | 8.38% | થલતેજ | 49.44 % |
| સરદાર પટેલ સ્ટે. | 3.75% | કુબેરનગર | 246.20% |
| નવરંગપુરા | 2.69% | સૈજપુર | 114.59 |
| ઇસનપુર | 1.69 % | ઇન્દ્રપુરી | 264.98 |
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
