AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદમાં 1.20 કરોડ નું મોર્ગેજ લોન કૌભાંડ: ‘કરે કોઈ ભરે કોઈ’ સાબિત

Share

‘કરે કોઈ ભરે કોઈ’ આ કહેવત અમદાવાદમાં થયેલા Allahabad Bank Mortgage Loan Fraud ના કિસ્સામાં યર્થાથ સાબિત થઈ છે. વર્ષ 2013માં અમદાવાદની ઠગ ટોળકીએ બોગસ દસ્તાવેજો બનાવી અલ્હાબાદ બેંકમાંથી 1.20 કરોડ ની લોન લઈને ફુલેકું ફેરવી દીધું. વર્ષો બાદ જાગેલી Allahabad Bank એ પોતાના રૂપિયા રિકવર કરવા સરદારનગર વિસ્તારમાં આવેલી અન્ય વ્યક્તિની માલિકીની જમીન/મિલકતનો કબજો મેળવી સીલ મારી દીધું. બેંક અને ઠગ ટોળકી વચ્ચેના વ્યવહારોનો ભોગ બનેલા ત્રાહિત જમીન માલિકે શરૂ કરેલી લડતમાં અનેક ઘટસ્ફોટ થતાં એરપૉર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) ખાતે 1 કરોડ 50 લાખના નુકસાન/છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલમાં 

કેવી રીતે ઠગ ટોળકીએ Allahabad Bank માંથી લોન મેળવી ?

અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ના ચોપડે લૉન કૌભાંડમાં ચઢી ચૂકેલો દીપક આહુજા ઉર્ફે દીપુ ટાંકી (Deepak Ahuja alias Deepu Tanki) મુખ્ય સૂત્રધાર છે. વર્ષ 2013માં દીપુ ટાંકીએ પોતાના નોકર ઈશ્વર ત્રિકમદાસ સોકવાણી, સુરેશ કનૈયાલાલ સોમાણી અને સુરેશના ભાઈ મનિષ સાથે મળીને સરદારનગર વિસ્તારની જમીનના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. ઈશ્વર સોકવાણીએ ત્રણ અલગ-અલગ મહિલાઓ પાસેથી 333 ચો.મી.ના ત્રણ પ્લૉટ સેલ ડીડ આધારે વેચાણ રાખી ગણતરીના દિવસોમાં તે ત્રણેય પ્લૉટ સુરેશ સોમાણીને સેલ ડીડથી વેચાણ કરી દીધા હતા. સુરેશ સોમાણીએ તેના ભાઈ મનિષ સોમાણીની તુલસી સિલ્વર ઈન્ડસ્ટ્રીઝ કંપનીના નામે Allahabad Bank આશ્રમ રોડ શાખામાંથી 1 કરોડ 20 લાખની લૉન મેળવી હતી. મોર્ગેજ લૉન મેળવવા બોગસ દસ્તાવેજ, નકશા, ઓડિટ રિપોર્ટ, સિક્કા અને Fake PAN Card અલ્હાબાદ બેંકમાં રજૂ કર્યા હતા અને બેંકે દસ્તાવેજો અને સ્થળ ચકાસણી કર્યા વિના 11 વર્ષ અગાઉ લૉન મંજૂર કરી દીધી હતી.

વયોવૃદ્ધ ફરિયાદીના પુત્રએ પુરાવા એકત્ર કર્યા

એરપૉર્ટ પોલીસ સ્ટેશનમાં 71 વર્ષીય જુજારસિંગ સલુજાએ ઠગ ટોળકી સહિતના શખ્સો સામે કાવતરૂં રચીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં Allahabad Bank એ સરદારનગર ભીલવાસ ચાર રસ્તા પાસેની 584 ચો.મીટર (સર્વે નં. 1898) જમીન સહિત કુલ 999 ચો.મી. જગ્યાનો કબજો મેળવી સીલ મારી દીધું. આ માહિતીની જાણ થતાં ફરિયાદીના પુત્ર ગુરદેવસિંગ સલુજા ઉર્ફે રાજુભાઈએ Debt Recovery Tribunal, સિટી સર્વે અને સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કેટલાંક દસ્તાવેજો મેળવ્યા. સુરેશ સોમાણીએ ત્રણ વેચાણ દસ્તાવેજોની ચૂકવણી પેટે દર્શાવેલા ADC Bank ના ચેક નંબરોના આધારે એડીસી બેંકમાં તપાસ કરતા ઈશ્વર સોકવાણીના બેંક ખાતામાં રૂપિયો પણ જમા નહીં થયો હોવાની વાત સામે આવી હતી. બે ચેક નંબરની તપાસમાં રોકડ ચૂકવણી અને એકમાં તો જયંતિભાઈ મણીભાઈ સોલંકીનું બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત Allahabad Bank માં રજૂ કરેલો કંપનીનો ઑડિટ રિપોર્ટ તૈયાર કરનારા CA વર્ષ 2010માં અન્ય રાજ્યમાં ચાલ્યા ગયા હોવાની માહિતી મળી હતી.

આ રૂપો બાદ શું બેંકને પણ આરોપી બનાવી શકાય કે કેમ અને ના બનાવાય તો શા માટે??

 

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

“એક રક્તદાન દેશ કે નામ”, યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં રક્તદાનની લહેર

abplusnews

નરોડામાં શ્રીમતી એ.પી. પટેલ કોલેજમાં C.W.D.C દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ

abplusnews

કેરળ માં એક જ પરિવારના છ સભ્યોની નૃશંસ હત્યા, યુવકે કર્યો આત્મસમર્પણ

abplusnews

Leave a Comment