AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

AMC ની બેદરકારી? નિકોલ–કઠવાડાના તૂટેલા રોડોથી લોકો પરેશાન

AMC
Share

નિકોલ તથા કઠવાડા વિસ્તારમાં ચોમાસા પહેલા રોડોના નિર્માણ, રિસરફેસિંગ અને પહોળીકરણની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચોમાસું પુરૂં થયા પછી અને દિવાળી બાદ એક મહિનો વીતી ચૂક્યા પછી પણ મોટા ભાગનાં રોડનું કામ અધૂરું મુકાયેલું છે. અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રોડ તૂટીને ખાડામાં ફેરવાઈ ગયા છે, જે જાહેર વપરાશકર્તાઓ માટે ગંભીર મુશ્કેલીનું કારણ બન્યા છે. સ્થાનીકોનો આક્ષેપ છે કે AMC દ્વારા કામની સમયસર પૂર્ણતા તેમજ રિપેરિંગમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે.

વિશેષ કરીને નિકોલ વિસ્તારમાં એમ.જી રોડથી ભક્તિ સર્કલ અને ત્યાંથી અમરજવાન સર્કલ સુધીના રોડને વોલ-ટુ-વોલ પહોળો કરવાની કામગીરી ચોમાસા અગાઉ ધીમે ધીમે શરૂ થઈ હતી. રોડનું લેવેલિંગ, પેવિંગ અને ફુટપાથનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ આજદિન સુધી ફુટપાથ સહિતની અનેક કામગીરી અધૂરી જ છે. ગોપાલ ચોકની આસપાસના અંદાજે બધા જ રોડનું કામ અધૂરું છોડવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિક તેમજ રોજિંદી અવરજવરમાં ભારે અસુવિધા સર્જાઈ છે.

નિકોલ ગામની પાછળથી કઠવાડા સર્કલ સુધીનો રોડ, સરદાર પટેલ રીંગ રોડ દક્ષિણ બાજુનો રોડ અને ભોજનારામ આશ્રમથી શુકન બંગલોઝ સુધીનો રોડ તો ડીમોલિશન બાદ આજે સુધી ફરીથી બનાવવામાં આવ્યો જ નથી. બેટી બચાવ ગાર્ડન સુધીનો રોડ પણ વોલ-ટુ-વોલ બનાવવાનો બાકી છે. નિકોલ ખોડિયાર મંદિર થી સરદાર મોલ સુધીનો રોડ અને કોઠિયા હોસ્પિટલથી એપ્રોચ પુલ તરફના રોડની પૂર્વ બાજુનું કામ હજી પણ શરૂ થયું નથી. ગંગોત્રી સર્કલ પાસે વરસાદી પાણીની લાઇન નાખ્યા બાદ તોડી પાડવામાં આવેલા આર.સી.સી રોડને પણ પાછો બનાવી આપવામાં આવ્યો નથી.

AMC હદમાં ઉમેરાયેલા કઠવાડા વિસ્તારની પરિસ્થિતિ તો વધુ ખરાબ છે. ગેલેક્સી બંગલોઝ પાછળના તમામ રોડો ગામડાના રસ્તાની જેમ ખાડા અને કાદવવાળા બની ગયા છે. કઠવાડા જી.આઇ.ડી.સી વિસ્તારમાં તો મોટા ભાગનાં રોડ ચકનાચૂર હાલતમાં છે. ગુરુકુળથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધીનો કેળવણીધામ રોડ 36 મીટર આઇકોનિક રોડ તરીકે પહોળો કરવાનો પ્રોજેક્ટ મંજૂર હોવા છતાં વ્યવહારિક કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ માર્ગ ઓઢવ, નરોડા, ફેરટી્યુન સર્કલ અને 108 એમ્બ્યુલન્સ રૂટનો મુખ્ય જોડાણ માર્ગ હોવાને કારણે અહીં સતત અસહ્ય ટ્રાફિક રહે છે, જેને લીધે અકસ્માતોની સંભાવના વધી રહી છે.

સ્થાનિક રહીશો અને વાહનચાલકો AMC સામે કડક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તૂટેલા, અસમપ્ત અને ખાડાવાળા રોડને કારણે રોજિંદા અકસ્માત, વાહનને નુકસાન અને ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ઉપરાંત, ચોમાસામાં થયેલા નુકસાન બાદ રોડને ફરીથી બનાવવાની તાકીદ હોવા છતાં કામગીરી શરૂ કરાઈ નથી.

બજેટની આગાઉ ફાળવણીમાંથી નિકોલ–કઠવાડાના તમામ રાહતપ્રદ અને મુખ્ય જોડાણ રોડને ઝડપી પૂર્ણ કરવા, અધૂરું મુકાયેલું રોડકામ તાત્કાલિક પૂર્ણ કરવા તથા ખાડાવાળાં રોડની રિપેરિંગ તાત્કાલિક શરૂ કરવા સ્થાનિકોએ AMC સમક્ષ માંગણી ઉઠાવી છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદના 17 વોર્ડમાં ત્રણ દિવસ માટે પાણી કાપ, જાણો વિસ્તારો અને કારણ

abplusnews

અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા સરાહનીય કામગીરી

abplusnews

નિકોલમાં વડાપ્રધાન ની સભા: હાઉસિંગ, વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર સહિતના પ્રોજેક્ટની જાહેરાત

abplusnews

Leave a Comment