મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના માત્ર 7થી 8 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે પણ બંન્ને જિલ્લાઓમાં પતંગ બજારમાં અપેક્ષિત ચહલપહલ હજુ સુધી જોવા મળી નથી. વેપારીઓ જણાવે છે કે Uttarayan નજીક આવી હોવા છતાં ગ્રાહકોની ખરીદી ખૂબ જ ઓછી છે અને બજારમાં એક પ્રકારની સુસ્તી વ્યાપી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિવિધ કારણોસર પતંગ અને દોરીના ભાવોમાં સરેરાશ 25થી 30 ટકા સુધીનો વધારો થયો હોવાથી Uttarayan માં પતંગરસીયાઓમાં ઉત્સાહ થોડો ઓછો જોવા મળી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે માંના Uttarayanમ રો-મટીરીયલના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે પતંગ અને દોરી બંનેના ભાવ વધ્યા છે. ખાસ કરીને દોરી બનાવવામાં ઉપયોગમાં આવતી કાચી સામગ્રી, કલર, કેમિકલ અને મજૂરી ખર્ચમાં વધારો થતાં સીધી અસર ભાવ પર પડી છે. ગત વર્ષે છ તારની 5 હજાર વાર ફીરકી રૂ. 850થી 880 આસપાસ ઉપલબ્ધ હતી, જ્યારે આ વર્ષે તેના ભાવ વધીને રૂ. 1050થી 1100 સુધી પહોંચી ગયા છે. આમ દોરીના ભાવમાં અંદાજે 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.
લોકોના ગળા કાપી નાખતી જીવલેણ ચાઈનીઝ દોરી પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા આ વર્ષે દેશી માંઝાની માંગમાં વધારો થયો છે. જોકે માંઝાની વધતી ડિમાન્ડ અને ઉત્પાદન ખર્ચ વધવાને કારણે તેના ભાવ પણ ઊંચા ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. સાથે સાથે દોરી રંગવાનો ખર્ચ પણ વધી ગયો છે. ગત વર્ષે 5 હજાર વાર દોરી રંગવાના ભાવ રૂ. 100થી 120 હતા, જ્યારે આ વર્ષે તે રૂ. 150થી 170 સુધી પહોંચી ગયા છે.
પતંગના ભાવોની વાત કરીએ તો કલર ચીલ જેવી લોકપ્રિય પતંગ ગત વર્ષે 1 કોડી રૂ. 100થી 120માં મળતી હતી, જે આ વર્ષે પણ રૂ. 120 આસપાસ જ સ્થિર રહી છે. જોકે અન્ય ખાસ ડિઝાઇન અને મોટા કદની પતંગોમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે ભાવમાં મોટો વધારો ન હોવા છતાં મોંઘવારી અને વધતા ખર્ચના કારણે લોકો હાલમાં ખરીદીથી બચી રહ્યા છે.
પતંગ બજારમાં હજુ સુધી ખાસ ઉત્સાહજનક માહોલ જોવા મળતો નથી, પરંતુ વેપારીઓ આશા રાખી રહ્યા છે કે ઉત્તરાયણના બે-ત્રણ દિવસ પહેલા ખરીદીનો માહોલ ઊભો થશે. સામાન્ય રીતે લોકો છેલ્લી ઘડીએ પતંગ અને દોરીની ખરીદી કરતા હોય છે, જેના કારણે તહેવાર નજીક આવતા બજારમાં ભીડ વધે તેવી શક્યતા છે.
આ વર્ષે પતંગ-દોરીનો કુલ ખર્ચ પતંગરસીયાઓના ખિસ્સાને ભારે પડે તેમ જણાઈ રહ્યો છે. તેમ છતાં Uttarayan ગુજરાતનો પરંપરાગત અને લોકપ્રિય તહેવાર હોવાથી અંતિમ દિવસોમાં બજારમાં ફરી રોનક છવાશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
