AB Plus News
BREAKING NEWS
તાજા સમાચારમનોરંજન

મમતા કુલકર્ણી : બૉલીવુડથી સંન્યાસ સુધીનો પ્રેરણાદાયી સફર

મમતા કુલકર્ણી
Share

મમતા કુલકર્ણી એ હમણાં જ પ્રયાગરાજ મહાકુંભમાં સંન્યાસની દીક્ષા લઈને નવા જીવનની શરૂઆત કરી છે. તેમની સંન્યાસદક્ષિણાની સાથે જ તેમને એક નવું નામ પણ મળ્યું છે: શ્રી યમાઈ મમતા નંદગિરિ. આ પદવી સાથે હવે તેઓ કિન્નર અખાડામાં મહામંડલેશ્વર તરીકે ઓળખાશે.

મમતા કુલકર્ણી ના આ પરિવર્તન માટે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સાંજે ૬ વાગે કિન્નર અખાડામાં તેમનો રાજાભિષેક સમારોહ યોજાશે. આ પહેલાં તેઓ સંગમ કિનારે પિંડદાન કરી ચૂક્યા છે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મહારાજે અને જુના અખાડાના મહામંડલેશ્વર જય અંબાનંદ ગિરિ મહારાજે આ પદવી માટે મમતાને આભાર વ્યકત કર્યો છે.

mamta

મમતા કુલકર્ણી, એક સમયની જાણીતી બોલીવુડ અભિનેત્રી, વર્ષો પહેલાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી હતી અને હવે ૨૪ વર્ષ બાદ ભારતમાં પરત ફરી છે. મમતાએ ડિસેમ્બર ૨૦૨૪માં મુંબઈમાં આવીને સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.

મમતાની બોલીવુડ વાપસી વિશેની અટકળો વચ્ચે તેમણે પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા હતા કે તે મહાકુંભમાં ભાગ લેવા અને સંન્યાસને આવકારવા માટે આવી છે. તેનાથી તેમના ચાહકો અને અનુયાયીઓમાં નવી જ ઉત્સુકતા ઉભી થઈ છે.

 

વધુ સમાચાર વાંચો :

કરણનગર-બોરીસણા બ્રિજ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

https://abplusnews.com/karannagar-borisana-bridge-collapses/

https://www.youtube.com/watch?v=2e7dv3dzCM0

 


Share

Related posts

કાળીચૌદશ 2025: શા માટે કરવામાં આવે છે હનુમાનજીની પૂજા? જાણો મહત્વ અને પૂજાવિધિ

abplusnews

અમદાવાદમાં પાંચ દિવસમાં 184 ઝાડા ઉલટી, 92 ટાઈફોઈડ, 6 કોલેરાના કેસ

abplusnews

એસજી હાઇવે પર દબાણ હટાવતી ટીમ પર હુમલો, ત્રણ લારીધારકની ધરપકડ

abplusnews

Leave a Comment