AB Plus News
BREAKING NEWS
ક્રાઈમતાજા સમાચાર

એનેસ્થેસિયા તબીબ પર દુષ્કર્મનો આરોપ: હાઈકોર્ટમાં તટસ્થ તપાસની માંગ

એનેસ્થેસિયા
Share

આણંદની એક યુવતીએ શહેરના જાણીતા અને પ્રતિષ્ઠિત એનેસ્થેસિયા તબીબ પર દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે. યુવતાએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી મુજબ, તબીબે સારવારના બહાને એનેસ્થેસિયા નું ઇન્જેક્શન આપીને યુવતીને બેભાન અવસ્થામાં તેની નિર્વસ્ત્ર તસવીરો અને વીડિયો લીધા હતા. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દેવાની ધમકી આપી તેણી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું અને બ્લેકમેઇલ કરીને હોટેલમાં લઈ જતો રહ્યો.

યુવતીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે તબીબ રાજકીય લાગવગ ધરાવે છે અને પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસ પાર્દર્શિતા વિનાની અને બેદરકારીભરી છે. ફરિયાદમાં તમામ ગંભીર આક્ષેપો હોવા છતાં પોલીસએ ન તો તબીબનો મોબાઇલ જપ્ત કર્યો છે અને ન જ તેનું ડેટા વિશ્લેષણ કર્યું છે. યુવતીએ ગૃહમંત્રીને પણ અરજી કરીને યોગ્ય તપાસ ન થતાં ન્યાય મેળવવામાં અડચણ આવતી હોવાનું જણાવ્યું હતું. એફઆઇઆરમાં આઈટી એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો નથી.

યુવતીએ હાઈકોર્ટ સમક્ષ સીસીટીવી ફૂટેજ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા, છતાં હાઈકોર્ટએ હાલના તબક્કે બીજી તપાસ એજન્સીને કેસ સોંપવાનો ઇનકાર કર્યો છે. પરંતુ, તપાસના દરેક તબક્કે બેદરકારી જોવા મળતાં હાલના તપાસ અધિકારીને નિષ્પક્ષ અને ખૂટતી કડીઓ પર ધ્યાન આપીને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

યુવતીએ એવી પણ રજૂઆત કરી છે કે ચાર્જશીટ પહેલાં જ તબીબને આગોતરા જામીન મળી ગયા હતા, કારણ કે પોલીસે જરૂરી પુરાવા સમયસર ભેગા કર્યા ન હતા. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ હજુ સુધી રિકવર કરવામાં નથી આવ્યા. તબીબે દલીલ આપી હતી કે હોસ્પિટલમાં કેમેરા લગાવ્યા નથી. યુવતીએ હોટેલના ફૂટેજ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવા દાદ માગી છે.

હાઈકોર્ટએ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટમાં ચુકાદો આવ્યા પછી જો યુવતી સંતોષ ન વ્યક્ત કરે, તો ફરીથી હાઈકોર્ટમાં અરજી કરી શકે છે.

વધુ સમાચાર વાંચો :
નિકોલમાં રામનવમી યાત્રામાં વિવાદ , પોલીસે યાત્રા રોકતા VHPનો ચક્કાજામ
https://abplusnews.com/controversy-during-ram-navami-yatra/
નરોડા કોલેજમાં વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવનો ભવ્ય આયોજિત કાર્યક્રમ | AB PLUS NEWShttps://www.youtube.com/watch?v=CjpB5p5i_90

Share

Related posts

ટ્રમ્પના નવા નાગરિકત્વ નિયમથી 10 લાખ ભારતીય પરિવારો પર પ્રભાવ

abplusnews

અમદાવાદમાં ગેરકાયદે ગોડાઉન માં ધડાકો: 2 નો દમઘટથી મોત

abplusnews

ચોરાયેલો મોબાઇલ શોધવા આ સરકારી વેબસાઇટ કામ લાગશે: અમદાવાદ પોલીસની મોટી સફળતા

abplusnews

Leave a Comment