AB Plus News
BREAKING NEWS
રાજનીતિ

અરવિંદ કેજરીવાલ પાસે માત્ર 50000 રૂપિયા રોકડા ?

aap અરવિંદ કેજરીવાલ
Share

ચૂંટણી ફિડેવિટ અનુસાર અરવિંદ કેજરીવાલ પાસે 50,000 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પાસે 42,000 રૂપિયા રોકડા

અરવિંદ કેજરીવાલની જંગમ સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ જંગમ સંપત્તિ 3 લાખ 46 હજાર રૂપિયાથી વધુ છે, જ્યારે તેમની પત્નીના નામે જંગમ સંપત્તિ 1 કરોડ 89 હજાર રૂપિયા છે. આવી સ્થિતિમાં જોવામાં આવે તો અરવિંદ કેજરીવાલની કુલ સંપત્તિ 1 કરોડ 77 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે તેમની પત્ની પાસે કુલ 3 કરોડ 99 લાખ રૂપિયાની સંપત્તિ છે.

અરવિંદ કેજરીવાલ પર કોઈ દેવું નથી

ચૂંટણી એફિડેવિટ અનુસાર અરવિંદ કેજરીવાલ પાસે 50,000 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પાસે 42,000 રૂપિયા રોકડા છે. અરવિંદ કેજરીવાલના નામે કોઈ કાર નથી, જ્યારે તેમની પત્નીના નામે મારુતિ બલેનો કાર છે. આ સિવાય સુનીતા કેજરીવાલના નામે ગુરુગ્રામમાં એક ફ્લેટ છે. પતિ-પત્ની બંનેના નામે કોઈ લોન નથી.

કેજરીવાલની પત્નીના નામ પર છે ઘર

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના નામે ઘર નથી. આ ઘર તેમની પત્ની સુનીતા કેજરીવાલના નામે છે, જેની વર્તમાન બજાર કિંમત 1.5 કરોડ રૂપિયા છે. અરવિંદ કેજરીવાલ પાસે બિનખેતીની જમીન પણ છે, જેની કિંમત 1 કરોડ 70 લાખ રૂપિયા છે. અરવિંદ કેજરીવાલે શેરબજારમાં કે બીજે ક્યાંય કોઈ પ્રકારનું રોકાણ કર્યું નથી . તેમની પત્ની પાસે 25 લાખ 92 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના છે. પતિ-પત્નીના નામે પીપીએફમાં એક ખાતું પણ છે, જેમાં 26 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે.

વધુ સમાચાર વાંચો :
નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન માંથી દારૂ તથા રોકડ રકમ પકડાઈ
https://abplusnews.com/liquor-and-cash-seized-from-naroda-police-station/

Share

Related posts

કમુરતા બાદ કોણ બનશે ભાજપનો મુરતિયો? કોને સોંપાશે પાટીલની જગ્યા, રેસમાં આ નામ છે સૌથી આગળ

abplusnews

અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ કરાયું

abplusnews

રાજકારણમાં કકળાટ વધશે:પક્ષોમાં હુંસાતુંસી વધશે :પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવશે :ફેબ્રુ-માર્ચમાં રાજનીતિમાં અસ્થિરતા જોવાશે

abplusnews

Leave a Comment