નરોડા કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ (Naroda College Alumni Association) દ્વારા આયોજિત ‘આત્મનિર્ભર યુવા એવોર્ડ 2025’ કાર્યક્રમ આજે નરોડા કોલેજ કેમ્પસ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમમાં અંદાજે 2000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જે નરોડા કોલેજના ગૌરવભર્યા ઇતિહાસ અને વિદ્યાર્થી જોડાણને પ્રતિબિંબિત કરે છે.

આ પ્રસંગે નરોડા વિધાનસભા વિસ્તારના માનનીય ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી તથા યુથ આઇકોન સ્પીકર શ્રી જયભાઇ વસાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નરોડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, મંત્રી શ્રી અશ્વીનભાઈ, કોરોબારી મેમ્બરશ્રીઓ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. રમેશભાઈ ચોધરી, પાસ્ટ યુનિયનના પ્રમુખ શ્રી મુકેશ ઓઝા, તેમજ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર શ્રી કેતન શેઠ (અગ્રવાલ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નરોડા કોલેજ ના એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો હતો, જેઓ આત્મમનિર્ભર બની સમાજમાં રોજગાર સર્જન, સેવાકાર્ય, શિક્ષણ, ઉદ્યોગ, સામાજિક ક્ષેત્ર કે અન્ય માધ્યમોથી લોકોને મદદ કરી રહ્યા છે. આ અંતર્ગત 101 આત્મમનિર્ભર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. સન્માનિત વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ગૌરવ અને પ્રેરણાનું કેન્દ્ર બની રહી.
કાર્યક્રમમાં કોલેજના વર્તમાન સ્ટાફ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તેમજ મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કેમ્પસમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો.આ કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાઓની પ્રતિભા અને સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન થયું. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યા યુથ આઇકોન સ્પીકર શ્રી જયભાઇ વસાવડા, જેમણે આત્મનિર્ભરતા વિષય પર 1.30 કલાકની ધારદાર અને પ્રેરણાદાયક ભાષણ આપી યુવાઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ભરી દીધો.

માનનીય ધારાસભ્ય ડો. પાયલ ઉકરાણીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, “આત્મનિર્ભર યુવા જ દેશની સાચી શક્તિ છે. નરોડા કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે સમાજમાં જે યોગદાન આપી રહ્યા છે, તે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે.” તેમણે આ પ્રકારના કાર્યક્રમો યુવાઓ માટે માર્ગદર્શનરૂપ હોવાનું જણાવ્યું.
અંતે, નરોડા કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા તમામ મહેમાનો, સહયોગીઓ, સ્પોન્સરશ્રી તથા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને પરિવારજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ‘આત્મનિર્ભર યુવા એવોર્ડ 2025’ નરોડા કોલેજના ઇતિહાસમાં એક યાદગાર અને પ્રેરણાદાયક અધ્યાય તરીકે નોંધાયો.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
