ચૂંટણીમાં વાયદાઓ કરવા અને મફતની રેવડીઓનો વિરોધ કરનાર ભાજપે હવે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વાયદાઓની લાઈન લગાવી દીધી. તેમાંય મહિલાઓ માટે મહિને રૂા.2500ની સહાય આપવાનું વચન આપ્યુ હતું.

જોકે ભાજપના સંકલ્પપત્રએ ગુજરાતમાં રાજકીય પલીતો ચાંપ્યો છે કેમ કે, ગુજરાતમાં સહાયવાળી કોઇ વાત જ નહોતી કરાઈ. ભાજપશાસિત રાજ્યોમાં ભાજપ સરકાર જ મહિલાઓને ઢગલાબંધ સહાય કરી રહી છે પણ જે ગુજરાતમાં મહિલાઓ 30-30 વર્ષથી ખોબલેને ખોબલે મતો આપી રહી છે તે સહાય-લાભથી વંચિત છે.
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે જો સરકાર રચાશે તો મહિલાઓને દર મહિને રૂ. 2500ની સહાય અપાશે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરમાં પણ રૂા.500ની રાહત આપવામાં આવશે. સગર્ભાને રૂા.21 હજાર આપવા અંગેપણ વાયદો કરાયો છે. મફત વિજળી અને પાણી આપવા ભાજપે વચન આપ્યું છે.

આ અગાઉ આ જ ભાજપ સરકારે છતીસગઢ, મહારાષ્ટ્રમાં પણ વચનોની લ્હાણી કરી હતી. ઘણાં ભાજપશાસિત રાજ્યોમાં ભાજપ સરકાર ચૂંટણી વચનો પાળી ખાસ કરીને મહિલાઓને લાભ આપી રહી છે. દિલ્હીના ચૂંટણી ઢંઢેરા બાદ વિપક્ષોને તો ભાજપ સરકાર પર પ્રહારો કરવાનો મોકો મળ્યો છે.
વધુ સમાચાર વાંચો :
ખો-ખોમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયન બની ભારતની મેન્સ-વિમેન્સ ટીમ
https://abplusnews.com/indias-mens-and-womens-teams-become-first/
P.I.સાહેબનું સન્માન | ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું | AB PLUS NEWS
https://www.youtube.com/watch?v=euiw0makz98
