AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

વિરમગામ તાલુકાના થોરી મુબારકમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 1 ની ધરપકડ

વિરમગામ
Share

વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામની સીમ વિસ્તારમાં ચાઈનીઝ દોરીના રીલ (ટેલરો) ગેરકાયદેસર રીતે સંતાડવામાં આવ્યા હોવાની બાતમી વિરમગામ ગ્રામ્ય પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ખેતરમાં ડાંગરની પરાળની ઓઠમાં છુપાવવામાં આવેલ ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, થોરી મુબારક ગામના રહેવાસી રાજુ કાશીરામભાઈ કોળી પટેલે પોતાના ખેતરમાં આવેલા નવા વાળા પા જગ્યામાં ડાંગરની પરાળની ઓઠ તૈયાર કરી તેમાં ચાઈનીઝ દોરીના રીલ છુપાવી રાખ્યા હતા. આ અંગેની ચોક્કસ બાતમી મળતાં વિરમગામ ગ્રામ્ય પોલીસે ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પરાળની ઓઠ ખોલતા તેમાં ચાઈનીઝ દોરીના રીલ (ટેલરો) મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી કુલ 60 નંગ ચાઈનીઝ દોરીના રીલ કબજે કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 30,000 થાય છે. ચાઈનીઝ દોરીના ઉપયોગથી લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થતું હોવાથી સરકાર દ્વારા તેના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનો આ બનાવ સામે આવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે પોલીસે રાજુ કાશીરામભાઈ કોળી પટેલની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ચાઈનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી હતી અને તેને ક્યાં વેચાણ કરવાની યોજના હતી.

વિશેષ ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરીના કારણે પતંગોત્સવ દરમિયાન અનેક અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં માનવજીવન સાથે સાથે પક્ષીઓ અને પશુઓને પણ ગંભીર ઇજાઓ પહોંચે છે. આ કારણે પોલીસ અને તંત્ર દ્વારા દર વર્ષે ચાઈનીઝ દોરી સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

વિરમગામ ગ્રામ્ય પોલીસે લોકોમાં અપીલ કરી છે કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ કે સંગ્રહ કરવો કાયદેસર ગુનો છે અને જો કોઈ પાસે આવી દોરી હોવાની માહિતી હોય તો તરત પોલીસને જાણ કરવી. પોલીસ દ્વારા આવા ગુનાઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

અમદાવાદમાં રિક્ષામાં યુવકને નિર્દયતાથી માર માર્યો, 4 આરોપીઓની ધરપકડ

abplusnews

અમદાવાદ સ્માર્ટ સિટી: 250 AMTS બસમાં લાગશે એઆઈ ડેશકેમ, રસ્તાની સમસ્યાઓ મળશે તરત દુર

abplusnews

ભાજપને મળશે 11મો પ્રદેશ પ્રમુખ, કમલમ ખાતે મતદાન પ્રક્રિયા શરૂ

abplusnews

Leave a Comment