AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ: અમદાવાદ અને ગાંધીનગર બન્યા સૌથી ઠંડા શહેર

Share

રાજ્યમાં કમોસમી વરસાદ પછી હવે ઠંડીનો માહોલ ધીમે ધીમે પકડ મજબૂત કરી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં હવામાનમાં થયેલા ફેરફાર પછી હવે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટ રીતે અનુભવાઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરતાં શિયાળાની ઋતુએ પોતાનો પ્રવેશ શરૂ કરી દીધો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, હાલ રાજ્યના આશરે 17 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નલિયાની ઠંડી માટે જાણીતા કચ્છના આ શહેરને પાછળ છોડી હવે અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર બની ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં આશરે 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 14.7 ડિગ્રી નોંધાયું છે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહેતાં ઉત્તર ભારતમાં શિયાળાનું પ્રકોપ વધી રહ્યું છે. ત્યાંથી ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવન ગુજરાત સુધી પહોંચતાં રાજ્યના હવામાનમાં અચાનક ઠંડક વધી ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વહેલી સવારે અને રાત્રિના સમયે રાજ્યના મોટા શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો વધતો જઈ રહ્યો છે. અનેક શહેરોમાં વહેલી સવારે ધુમ્મસ અને હળવી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે દિવસ દરમિયાન હળવો ગરમાવો અનુભવાય છે. આમ બેવડી ઋતુની સ્થિતિ હાલ રાજયમાં ચાલુ છે, જેનાથી લોકો સવાર અને સાંજના સમયે ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 12 નવેમ્બર સુધી રાજ્યમાં સામાન્ય રીતે સૂકું હવામાન રહેશે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, તેથી ઠંડીનો વધારો થવાનો ક્રમ ચાલુ રહેશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફની રહેતાં ઉત્તર ભારતમાંથી આવતી ઠંડી હવા રાજ્યમાં ઠંડક ફેલાવશે.

શિયાળાની શરૂઆત સાથે જ લોકો હવે ગરમ કપડાં, સ્વેટર, બ્લેન્કેટ વગેરે બહાર કાઢી રહ્યા છે. વહેલી સવારે ચાલવા જનારાઓ અને રાત્રે બહાર કામ કરનારાઓ ઠંડીના ચમકારા અનુભવી રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકોને ઠંડીથી બચવા માટે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલની ઠંડીનો આ પહેલાના તબક્કા બાદ આગામી અઠવાડિયામાં વધુ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. તાપમાન ધીમે ધીમે એક અંકમાં પહોંચે તેવી સંભાવના પણ છે. આમ, ગુજરાતમાં શિયાળાનું સ્વાગત હવે પુરજોશમાં થઈ રહ્યું છે અને લોકો ઠંડીનો આ ચમકારાનો આનંદ માણી રહ્યા છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

AMC ની નવી સેલ્ફ એસેસમેન્ટ સર્વિસથી જાણો તમારું પ્રોપર્ટી ટેક્સ

abplusnews

AMC ની બેદરકારી? નિકોલ–કઠવાડાના તૂટેલા રોડોથી લોકો પરેશાન

abplusnews

રીલ બનાવવા ગયેલી યુવકોની કાર કેનાલમાં પડતાં સગીર સહિત ત્રણ ડૂબ્યા

abplusnews

Leave a Comment