રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં વધારો જોવા મળશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 27 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધારો વધશે.
કમોસમી વરસાદ અને શિયાળુ પાકને નુકસાનની આશંકા: અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ યુક્ત પવનના કારણે હવામાનમાં પલટો આવશે. 30 જાન્યુઆરી સુધી માવઠાની શક્યતા છે, જેના કારણે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ કમોસમી વરસાદ શિયાળુ પાક માટે નુકસાનકારક સાબિત થવાની ભીંતી સેવાઈ છે.
તાપમાન અને માવઠા અંગે વિશેષ આગાહી:
- રાજ્યમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સુધી રહેશે.
- 30-31 જાન્યુઆરીએ કમોસમી વરસાદ પડશે અને 5 ફેબ્રુઆરી સુધી માવઠાની સંભાવના છે.
- માવઠા દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
- ફેબ્રુઆરીમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે.
વર્તમાન તાપમાન અને આગામી સ્થિતિ: હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાત્રે ઠંડી અને બપોરે ગરમી જેવો માહોલ રહેશે. 25 અને 26 જાન્યુઆરીએ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. ઉદાહરણરૂપ, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી અને નલિયાના લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું છે.
વધુ સમાચાર વાંચો :
મમતા કુલકર્ણી : બૉલીવુડથી સંન્યાસ સુધીનો પ્રેરણાદાયી સફર
https://abplusnews.com/an-inspiring-journey-from-bollywood-to-renunciation/
મોર્નિંગ વોકમાં નિકળેલા હર્ષ સંઘવીમાં અચાનક શૈષવ જાગૃત થયું | વડવાઈ પકડી ઝૂલો ઝૂલ્યા | AB+NEWS
https://www.youtube.com/watch?v=C6MDOpgyST4